શું તમે જાણો છો કે બોલીવુડના સેલિબ્રિટિ કેટલા મોંઘા ઘરોમાં રહે છે? જાણો તેની કિંમત

0
384
views

ઘર એક એવી જગ્યા છે જ્યાં લોકો દિવસભરનો થાક ઉતારે છે. પોતાના પરિવારની સાથે સુખ અને દુઃખને વહેંચે છે અને એટલા માટે દરેક વ્યક્તિ પોતાના ઘર તરફ વધારે આકર્ષણ રાખે છે. પોતાનું ઘર બનાવવામાં સામાન્ય માણસને વર્ષો લાગી જાય છે અને ફિલ્મી કલાકારોની વાત કરવામાં આવે તો તેઓને પણ પોતાનું શાનદાર ઘર બનાવવામાં સમય લાગે છે. શું તમે જાણો છો કે આ ફિલ્મી કલાકારો કેટલા મોંઘા ઘરોમાં રહે છે? તો ચાલો તમને જણાવીએ બોલિવૂડના ફિલ્મી કલાકારોના ઘરની કિંમત.

માયાનગરી માં ઘણા એવા લોકો છે જે પોતાના સપનાઓની નગરીમાં રહે છે. મુંબઈમાં ઘર બનાવવું કોઈપણ વ્યક્તિ માટે સરળ નથી હોતું પરંતુ ફિલ્મોમાં કરોડો રૂપિયા કમાતા આ કલાકારો માટે આ વાત લાગુ નથી થતી. આજે અમે તમને બોલિવૂડના કલાકારોના ઘરની કિંમત વિશે જણાવીશું.

શાહરુખ ખાન

બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાન દુનિયાના સૌથી વધારે પોપ્યુલર અને અમીર કલાકારો માના એક છે. શાહરૂખ ખાનનું નામ કિંગ નથી પરંતુ તેઓ પોતાનું જીવન રાજાઓની જેમ જીવે છે. શાહરૂખ ખાને ૨૦ વર્ષ પહેલા પોતાની પત્ની ગૌરી માટે ૧૫ કરોડનો બંગ્લો ખરીદ્યો હતો જેની કિંમત અંદાજે ૨૦૦ કરોડ રૂપિયા છે. તમે બધા જાણતા જ હશો કે શાહરૂખ ખાનના આ બંગલાનું નામ “મન્નત” છે અને તે કોઈ આલીશાન મહેલ થી ઓછો નથી.

અમિતાભ બચ્ચન

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈમાં બે બંગલા છે અને બંને આલીશાન છે. તેમાંના એક બંગલાનું નામ “જલસા” અને બીજા બંગલાનું નામ “પ્રતીક્ષા” છે. અમિતાભ બચ્ચનના એક બંગલાની કિંમત ૧૨૨ કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે આ બંગલામાં આરામથી રહે છે. જેમાં સૌથી દિલચશ્પ વાત એ છે કે તેઓનો આ બંગલો તેમણે ખરીદેલ નથી પરંતુ ફિલ્મ નિર્દેશક રમેશ સિપ્પીએ તેમની ફિલ્મ સત્તે પે સત્તા ની સફળતા દરમ્યાન ગીફ્ટમાં આપેલ હતો.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડની ફીટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હિટ એક્ટ્રેસ માંની એક છે. શિલ્પાએ ફિલ્મોમાં આવવાનું ઓછું કરી નાખ્યું છે પરંતુ વર્ષ ૨૦૦૯ માં રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા હતા. શિલ્પા પોતાના પતિ સાથે જુહુમાં આલીશાન બંગલામાં રહે છે. “કિનારા” નામના આલિશાન ઘરની કિંમત ૯૩ કરોડ રૂપિયા છે અને તે ઘર સમુદ્રકિનારા પર આવેલ છે.

રેખા

બોલીવુડની સદાબહાર હિરોઈન રેખા પણ કોઈ આલીશાન મહેલ થી ઓછા માં નથી રહેતી. ચાલુ તરફથી વાંસ થી ઘેરાયેલ તેમનું આ બંગલો ખૂબ જ સુંદર દેખાઈ આવે છે. રેખાના આ ઘરની કિંમત ૧૦૨ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે અને તેમાં તે પોતાની સેક્રેટરી સાથે એકલી રહે છે.

અક્ષય કુમાર

બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર નું ઘર પણ કોઈ મહેલથી ઓછું લાગે એવું નથી. જેમાં સૌથી વધારે દિલચસ્પ વાત એ છે કે આ બંગલો અક્ષય ત્યારે જોયો હતો જ્યારે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા અને દૂરથી તેને જોયા કરતા હતા. અક્ષય આજે તે બંગલાના માલિક છે અને તેની કિંમત ૮૭ કરોડ રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here