ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ની પસંદગી 16 ઓગસ્ટના થઈ શકે છે. પહેલા જે સમાચાર આવ્યા તેના જણાવ્યા અનુસાર કોચ પદ માટેનો ઇન્ટરવ્યૂ ૧૩ થી ૧૪ ઓગસ્ટના થવાની સંભાવના હતી. આ મામલા સાથે સબંધ લખતા એક સૂત્રે જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા થવામાં ફક્ત એક દિવસનો સમય લાગશે કારણ કે તેના માટે છ ઉમેદવારો નાં નામ અલગ કરવામાં આવેલ છે.
તેઓએ કહ્યું હતું કે, “આ બેઠક શરૂઆતમાં થવાની હતી મતલબ કે 13 અથવા 14 ઓગસ્ટના રોજ પરંતુ ઉમેદવારોના નામ અલગ કર્યા બાદ હવે ફક્ત લોકોને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવેલ છે. આ બધાના ઇન્ટરવ્યૂ માટે એક દિવસનો જ સમય લાગશે. સૂત્રોએ કહ્યું હતું કે, “થોડી કાગળોની કાર્યવાહી હજુ બાકી છે અને CAC જ્યારે સમગ્ર પ્રક્રિયા શરૂ કરશે તેના પહેલા બધી પ્રકારની કાર્યવાહી પૂરી કરવાની જરૂર છે. મને નથી લાગતું કે આ 15 ઓગસ્ટ પહેલા થઈ શકશે.”
કપ્તાન આ પ્રક્રિયામાં સામેલ નહીં થાય
જ્યારે તેઓને પૂછવામાં આવેલું કે શું વિરાટ કોહલી પાસેથી કોચની પસંદગી માટે સલાહ લેવામાં આવશે? સૂત્રે જણાવ્યું હતું કે જેવી રીતે મહિલા ટીમના કોચ પસંદ કરવાની પ્રક્રિયામાં ભૂમિકા નથી હોતી તે પ્રકારે જ આ વખતે કપ્તાન આ પ્રક્રિયામાં સામેલ નહીં થાય.
તેઓએ કહ્યું હતું કે, “મને નથી લાગતું કે તેમાં કપ્તાનને સામેલ કરવામાં આવશે કારણ કે જે ગાઇડલાઇન્સ તેઓને આપવામાં આવી છે તેના જણાવ્યા અનુસાર, તેઓને ખાસ નિર્દેશ આપવામાં આવેલ છે કે ઇન્ટરવ્યુમાં કોણ ભાગ લેશે અને કોણ નહીં લે. હવે સમિતિ પર નિર્ભર રહે છે કે તેઓ કોચ પદ માટે કોને પસંદ કરે છે. તેમાં કપ્તાન અને COA નો કોઈ રોલ રહેશે નહીં. જોકે કપ્તાન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જતા પહેલા પોતાની પસંદગીને જગજાહેર ઘરે હતી અને કહ્યું હતું કે હાલની ટીમ જ રવિ શાસ્ત્રી સાથે ખુશ છે. કોચ પદ માટે રવિ શાસ્ત્રીની ફરી પસંદગીને ફેવરિટ માનવમાં આવે છે.