સ્મશાને થી પરત આવતા સમયે કરી દો આ સરળ કામ, દુર થઈ જશે જીવનની દરેક પરેશાનીઓ

0
481
views

લાલ પુસ્તકમાં અનેક ઉપાયો બતાવવામાં આવેલા છે જે જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર કરે છે. લાલ કિતાબ સ્મશાન ઘાટ સાથે જોડાયેલા અનેક ઉપાયો આપણે સાંભળ્યા હશે. લાલ કિતાબ અનુસાર જો સ્મશાન ઘાટમાં જઈને આ ઉપાય કરવામાં આવે તો જીવનમાં આવતી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને દરેક પ્રકારનાં સંકટો દૂર થાય છે અને તેનું નિવારણ પણ મળી જાય છે. તેથી જો તમે સ્મશાન ઘાટ માં જઈને આ ઉપાયો કરો તો તે ખૂબ જ અસરદાર છે.

સ્મશાન ઘાટથી આવતા સમયે કરો આ કામ

જીવનમાં કોઈ પણ સંકટ આવે તો આ ઉપાય જરૂરથી કરવો. આ ઉપાય મુજબ કોઈપણ સ્મશાન યાત્રામાં અથવા તો તમે સ્મશાન ઘાટ થી પરત ફરતા સમયે અમુક સિક્કા પાછળ ફેંકી દેવા. યાદ રાખવું કે સિક્કા પાછળ ફેકતા સમયે પાછળ ફરીને ના જોવું અને સીધું તમારા ઘરે જતું રહેવું.  ઘરે આવ્યા પછી સૌથી પહેલાં સ્નાન કરી લેવું. ત્યારબાદ લાલ કિતાબ અનુસાર આ ઉપાય કરવાથી અષ્ટમનાં ગ્રહ શાંત થઈ જાય છે અને દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

દરેક રોગ દૂર થઈ જાય છે

જો ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય અને તે વ્યક્તિને આરામ ના થતો હોય તો આ ઉપાય કરવો. આ ઉપાય અનુસાર બીમાર વ્યક્તિના માથા નીચે એક તાંબાનો સિક્કો રાખી દેવો. બીજા દિવસે સવારે તે સિક્કાને સ્મશાન ઘાટમાં ફેંકી આવવો અને પાછળ ફરીને ના જોવું. આ ઉપાય કરવાથી સ્વસ્થ વ્યક્તિ બરાબર થઈ જાય છે.

આર્થિક તંગી દૂર થાય છે પહેલો ઉપાય

આર્થિક તંગી હોય તો સાંજના સમયે સ્મશાન ઘાટમાં જઈને તે ભૂમિમાં એક સિક્કો દબાવી દેવો અને પછી પાછું આવી જવું. ભૂમિમાં સિક્કો દબાવીને આર્થિક તંગી દૂર થઈ જશે અને ધનલાભ થશે. તમે આ ઉપાયને રવિવારના દિવસે કરવો આ ઉપાય કરતાં વખતે તે વાતનું ધ્યાન રાખવું કે આ ઉપાય કરતા સમયે તમને કોઈ જોઈ ના લે.

બીજો ઉપાય

માટીના વાસણને સ્મશાન ઘાટનું પાણી ભરી દેવું અને તેની અંદર ચાંદીનો ચોરસ ટુકડો રાખી દેવો. તે માટીના વાસણને ઘરની પૂર્વ દિશામાં રાખી દેવું. સાત દિવસ સુધી તેને તેવી જ રીતે રહેવા દેવું અને સાતમા દિવસે આ પાણીને કોઈ વૃક્ષ મા ચડાવી દેવું. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને દરેક રુકાવટ પણ દૂર થાય છે.

ખરાબ નજર નથી લાગતી

જો તમારા ઘરમાં હંમેશા લડાઈ થતી રહેતી હોય અને તમારા ઘર પરિવાર પર ખરાબ નજર લાગી હોય તો આ ઉપાય કરવો. આ ઉપાય માટે સ્મશાન ઘાટ જઈને ત્યાથી માટી લઈ આવો અને આ માટીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બહાર ફેંકી દેવી. આ ઉપાય ખરાબ નજરથી બચાવશે અને ખરાબ નજર લાગી હશે તે પણ ઉતરી જશે. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ ઉપાય શનિવારના દિવસે કરવો. લાલ કિતાબ જણાવેલા ઉપાયો તમે જરૂરથી કરી જુઓ તે ખૂબ જ અસરદાર ટોટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here