શાસ્ત્રોમાં ભગવાન શિવને ત્રિદેવ કહેવામાં આવ્યા છે. શિવજીની ગણના એક એવા દેવના રૂપમાં કરવામાં આવે છે જે ક્યારેક સંહારક તો ક્યારેક પાલક હોય છે. ભગવાન શિવને સંહારના દેવતા પણ કહેવામાં આવે છે. આવી રીતે ભગવાન શિવના કુલ ૧૨ નામ પ્રખ્યાત છે. આજે અમે ભગવાન શિવની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આવનારા દિવસોમાં ભગવાન શિવ અમુક રાશિ ઉપર ખૂબ જ નારાજ રહેવાના છે.
આજે સાંજે ૭ વાગ્યા બાદ મહાદેવ અમુક રાશિ ઉપર પોતાની ત્રાસી દ્રષ્ટિ રાખશે. આજે સાંજે ૭ વાગ્યા બાદ ૧ મહિનો આ રાશિઓ માટે ખૂબ જ કષ્ટદાયક રહેવાનો છે. એક મહિના બાદ મહાદેવ ગુસ્સો થોડો શાંત થશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ છે જેમના પર શિવજીનો પ્રકોપ રહેવાનો છે.
ધન રાશિ
આ રાશિના લોકો પર સૂર્યનો અશુભ પ્રભાવ રહેવાનું છે જેના કારણે તેઓ નાના મોટા વિવાદમાં ઘેરાયેલા રહેશે. કોર્ટ-કચેરીની બાબતો જે અટવાઈ પડેલી હતી તે ફરીથી શરૂ થઈ શકે છે. ખોટા ખર્ચા થવાની સંભાવનાઓ રહેલી છે એટલા માટે સંભાળીને પૈસા ખર્ચ કરવા. પતિ-પત્ની માટે એક મહિનો તણાવ પૂર્વક પસાર થઈ શકે છે. વિચારોને સકારાત્મક રાખવા. તમારા સંતાન તમને દુઃખ પહોંચાડી શકે છે જેને લઈને તમે ચિંતામાં રહેશો. આવક વધારવા માટે તમે જે કોશિશ કરી રહ્યા છો તેમાં સફળતા મળશે. ઘુંટણનું દર્દ પરેશાન કરી શકે છે. વૈવાહિક જીવનમાં નાની મોટી તકરાર રહેશે. નોકરિયાત વર્ગ માટે પ્રદર્શન નિરાશાજનક રહેશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકો માટે આ એક મહિનો સારો પસાર થવાનો નથી. વધુ પડતા આત્મવિશ્વાસમાં કોઈ કામ કરવું નહીં, નુકસાન થશે. કોઈ પણ જોખમ અને રિસ્ક લેવાથી બચવું. વિદ્યાર્થી વર્ગ માટે આ મહિનો સામાન્ય રહેશે. સરકારી નોકરિયાત માટે સ્થિતિ સામાન્ય રહેશે. આ એક મહિનામાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. કોઈપણ કાર્યને લઈને બેદરકારી રાખવી નહીં, નહિતર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયમાં સ્વાસ્થ્ય થોડું ખરાબ રહેશે. જૂના રોગો તમને ફરીથી પરેશાન કરી શકે છે. લવ લાઈફમાં પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. લાગણીમાં વહી ને કોઇ નિર્ણય લેવો નહીં. પાર્ટનર સાથે ગેરસમજ થઇ શકે છે, જેથી સાવધાન રહેવું.
કર્ક રાશિ
આ મહિનામાં તમારો સ્વભાવ કોઈપણ કારણ વગર ચીડિયો રહી શકે છે. જરૂરી કામો રોકાઈ શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. અમુક કામમાં તમારા મિત્રો તથા ભાઈ તમારી મદદ કરશે. આર્થિક સ્થિતિ સારી રહેશે નહીં. તમે તેને મજબૂત બનાવવા માટે તમે ઘણી કોશિશ કરશો જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. પેટની સમસ્યાથી પરેશાન રહી શકો છો. સંભાળીને ભોજન લેવું, નહીંતર પરેશાની થઇ શકે છે. વ્યાપારમાં મોટી નુકસાની આવી શકે છે. મેરેજ લાઇફ માં પાર્ટનર સાથે અણબનાવ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા જાતકો માટે એક મહિનો ખૂબ જ ભાગદોડ વાળો રહેવાનો છે. જુના કરજમાં ચૂકવવા પડી શકે છે. વ્યર્થ ખર્ચામાં વધારો થશે. તમે આ સમયમાં ખોટા નિર્ણય લઈ શકો છો. આ સમયમાં જમીન ખરીદારી કરવાથી બચવું. કોઈપણ કારણ વગર યાત્રામાં જવાનું થશે. બીમારીથી પરેશાન વ્યક્તિ પોતાનો ઇલાજ કરાવ્યો, બેદરકારી રાખવા પર આવનાર દિવસોમાં પરેશાની વધી શકે છે. દાંપત્ય જીવનમાં ગેરસમજ થઇ શકે છે. જૂના મિત્રો પરથી વિશ્વાસ ઉઠી શકે છે અને સંબંધો બગડી શકે છે. ઘર પરિવારના લોકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું.