Reliance Jio નાં યુઝર્સને સૌથી મોટી રાહત, રજુ કર્યા સસ્તા પ્લાન

0
283
views

એકવાર ફરી રિલાયન્સ જિયોએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં સ્પર્ધા વધારી દીધી છે. એરટેલ અને વોડાફોન-આઈડિયા દ્વારા અન્ય નેટવર્ક પર ફ્રી કોલિંગ કરવામાં આવતા, તેના જવાબમાં રિલાયન્સ જિયોએ પોતાના ૧૯૮ રૂપિયા અને ૧૪૯ રૂપિયા વાળો પ્લાન ફરીથી ઉપલબ્ધ કરાવી દીધો છે. કંપનીઓ દ્વારા ટેરિફ રિવાઇઝ કર્યા બાદ યુઝર્સ માટે ડેટા તો મોંઘો બની ગયો હતો પરંતુ પહેલા મળતી અનલિમિટેડ ફ્રી કોલિંગ પર લગાવવામાં આવેલ FUP લિમિટે યુઝરને ખૂબ જ પરેશાન કર્યા હતા.

યુઝરની પરેશાનીને ધ્યાનમાં રાખીને હવે કંપનીઓ પોતાના પ્લાનમાં બદલાવ કરતી જોવા મળી રહી છે. તો ચાલો હાલમાં જાણીએ કે રિલાયન્સ જીયોના ૯૮ રૂપિયા અને ૧૪૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝરને ક્યા ફાયદા મળશે.

૧૪૯ રૂપિયા વાળામાં મળતા ફાયદાઓ

ટેરિફ રીવાઈઝ થયા બાદ જીયોનાં પોર્ટફોલિયોમાં દરરોજના 1GB ડેટા વાળો પ્લાન ખતમ થઈ ગયો હતો. ઘણા યુઝરને તેના કારણે ખૂબ જ પરેશાની થઇ રહી હતી. જીયો એ પોતાના યુઝરની જરૂરિયાતને સમજતા ૧૪૯ રૂપિયા વાળો પ્લાન ફરીથી ઉપલબ્ધ કરાવ્યો છે.

આ પ્લાનમાં યુઝરને ૨૪ દિવસની વેલીડીટી સાથે દરરોજના 1GB ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં દરરોજના ૧૦૦ ફ્રી એસએમએસ પણ આપવામાં આવે છે. પ્લાન અને સબસ્ક્રાઈબ કરાવનાર યુઝરને જીયો-ટુ-જીયો કોલિંગ ફ્રી મળે છે. વળી અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે તેમાં ૩૦૦ FUP મિનિટ મળે છે. યુઝરને આ પ્લાન ની સાથે રિલાયન્સ જીયોના એપ્સ નું પણ સબસ્ક્રિપ્શન મળે છે.

૯૮ રૂપિયાવાળા પ્લાન મળતા ફાયદાઓ

૯૮ રૂપિયાવાળા આ પ્લાનમાં ૨૮ દિવસની વેલીડિટી મળે છે. પ્લાનમાં સમગ્ર વેલીડીટી સમયમર્યાદા દરમિયાન 2GB ડેટા ઓફર કરવામાં આવેલ છે. આ પ્લાન એવા વપરાશકર્તા માટે ખૂબ જ ઉપયોગી છે જેઓને કોલિંગ વધારે પસંદ છે. પ્લાનમાં જીયો-ટુ-જીયો કોલિંગ ફ્રી આપવામાં આવેલ છે. જીયો નેટવર્ક બહાર કોલ કરવા માટે યુઝરે IUC વાઉચર થી રિચાર્જ કરાવવાનું રહેશે. IUC વાઉચર ની શરૂઆત ૧૦ રૂપિયા થી થાય છે. પ્લાન ને સબસ્ક્રાઈબ કરાવનાર યુઝરને દરરોજના ૧૦૦ ફ્રી એસએમએસ પણ મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here