જીયો નાં પ્લાન થવાના છે ૪૦% મોંઘા, તમારી પાસે હજુ પણ છે પૈસા બચાવવાનો મોકો

0
267
views

ટેલિકોમ કંપનીઓ પ્લાનની કિંમતમાં વધારાની ઘોષણા કરી ચૂકી છે. વોડાફોન આઈડિયા અને એરટેલના નવા પ્લાન લાગુ થઈ ચૂક્યા છે. રિલાયન્સ જીઓ પણ ૬ ડિસેમ્બર થી પોતાના ટેરિફમાં વધારો કરી રહ્યું છે. પોતાના પ્રેસ સ્ટેટમેન્ટમાં જીયો એ કહ્યું હતું કે કંપની નવા પ્લાન ૪૦% સુધી મોંઘા કરશે. એરટેલ અને વોડાફોન પણ પોતાના પ્લાન ૪૨% મોંઘા કરી ચૂક્યું છે.

જીયો નો બેસ્ટ પ્રાઈઝ પ્લાન

ટેરિફ પ્લાન માં વધારો કરતાં પહેલાં જીયો પોતાના યૂઝર્સ માટે એક ખાસ ઓફર લાગ્યું છે. જીયો પોતાના ૪૪૪ રૂપિયાના રીચાર્જ પર ૮૪ દિવસ ની વેલીડિટી આપી રહ્યું છે. આ ઓફર અંતર્ગત જીયો યુઝર ૪૪૪ રૂપિયાના ૪ રીચાર્જ એડવાન્સમાં પોતાના નંબર પર કરાવી શકે છે.

૩૩૬ દિવસની વેલીડિટી

૪૪૪ રૂપિયાના રિચાર્જની વેલીડિટી ૮૪ દિવસની છે. ૪ રિચાર્જ કરવા પર યુઝરને કુલ ૩૩૬ દિવસની વેલીડિટી મળે છે. એટલે કે ૩૩૬ દિવસ સુધી યુઝરને નવા મોંઘા પ્લાનનો રિચાર્જ કરવું નહીં પડે. આ પ્લાનમાં યુઝરને દરરોજના 2GB ડેટા મળશે.

ઓલ ઇન વન પ્લાન

ઓલ ઇન વન પ્લાન અંતર્ગત રિલાયન્સ જિયોએ ૪ પ્લાન લોન્ચ કર્યા છે. જે ૨૨૨, ૩૩૩, ૪૪૪ અને ૫૫૫ રૂપિયાના છે. ૨૨૨ રૂપિયા વાળો પ્લાન ૨૮ દિવસ, ૩૩૩ રૂપિયા વાળો પ્લાન ૫૬ દિવસ અને ૪૪૪ રૂપિયા વાળો પ્લાન ૮૪ દિવસની વેલીડીટી સાથે આવશે. આ ત્રણેય પ્લાનમાં સબસ્ક્રાઈબરને જીયો થી જીયો અનલિમિટેડ કોલ, દરરોજના 2GB ડેટા, ૧૦૦ એસએમએસ અને ૧૦૦૦ આઇયુસી મિનિટ મળશે.

6 ડિસેમ્બર પહેલા કરી લો રિચાર્જ

જીયો ૬ ડીસેમ્બર થી પોતાના પ્લાનની કિંમતમાં વધારો કરશે. એટલા માટે આ ૪૪૪ રૂપિયાનું રીચાર્જ તમારે નવા પ્લાન લાગુ થવા પહેલા કરવું પડશે. જીયો એ પોતાના એક સ્ટેટમેન્ટ માં કહ્યું હતું કે, “કન્ઝ્યુમરના હિતને સમર્પિત રહેતા, જીયો ભારતીય ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને સંભાળી રાખવા માટે દરેક જરૂરી પગલાં ઉઠાવશે.” જીયો એ કહ્યું હતું કે, મોંઘા થયા બાદ પ્લાનમાં કંપની યુઝરને ૩૦૦% વધારે બેનિફિટ્ ઓફર કરશે. જીયો ના ઓલ ઈન વન પ્લાન FUP લિમિટ સાથે આવશે. વોડાફોન-આઈડિયા, એરટેલ અને જીયો ત્રણેય કંપનીઓની પાસે કુલ લગભગ ૧૦૦ કરોડ ગ્રાહકો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here