એક સુખી લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે સંબંધ મજબૂત હોવો જરૂરી છે. દરેક પતિ-પત્નીની લાઇફમાં કંઈકને કંઈક સમસ્યા આવતી હોય છે અને જો તમે પણ તેમાંથી એક છો તો ચિંતા ના કરવી. આજે અહીં તમને એવા ત્રણ ઉપાયો જણાવીશું જે લગ્ન જીવનને બરબાદ થવા થી બચાવશે.
પહેલો ઉપાય – શિવ-પાર્વતી પૂજા
શિવ પાર્વતીની જોડી એટલી સારી છે કે લોકો આ બંનેનું ઉદાહરણ આજે પણ આપે છે. તેવામાં તમે પણ જો તમારા જીવનસાથી સાથે એક સારું લગ્ન જીવન પસાર કરવા માગતા હોય તો તમારે શિવ-પાર્વતીની પૂજા જરૂર કરવી જોઈએ. તેના માટે મેરીડ કપલને સાથે પૂજામાં બેસવું જોઈએ. બંને સવારે સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરવા અને ત્યારબાદ શિવજી અને પાર્વતી માતાની પ્રતિમા સામે બે ઘીના દીવા પ્રગટાવવા અને બંનેની આરતી કરવી.
તે સમય દરમિયાન પતિ અને પત્ની બંને એક સાથે આરતી પકડી અને કરવાની છે. હવે બંનેએ હાથ જોડી શિવ પાર્વતીની સામે માથું નમાવીને તેમની સામે તમારી સમસ્યા જણાવવાની છે. જે દિવસે તમે આ ઉપાય કરશો તે દિવસે પતિ પત્ની ઉપવાસ પણ રાખવો. આ ઉપાય કરવાથી તમારા બંનેની મેરિડ લાઇફમાં રહેલી સમસ્યા હલ થઈ જશે.
બીજો ઉપાય – માં લક્ષ્મીને વંદન
એક સુખી લગ્નજીવન માટે તમારું આર્થિક રૂપથી પણ મજબૂત હોવું જરૂરી છે. ઘણીવાર પૈસાના લીધે કપલ્સની વચ્ચે લડાઈ થઈ જાય છે. એવામાં જો તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગો છો તો મા લક્ષ્મીની પૂજા પોતાના જીવનસાથી સાથે મળીને કરવી જોઈએ. તે માટે બંનેએ સ્નાન કરી પીળા કલરનાં વસ્ત્ર ધારણ કરવા અને માતાજીની સામે દીવો પ્રગટાવવો અને અગરબત્તી પણ કરવી. ત્યાર બાદ પતિ પોતાના સીધા હાથની હથેળી પત્નીના સીધા હાથની હથેળીની ઉપર રાખી લેવી અને તે હથેળી પર તમારે એક પાનનો પત્તું રાખવું અને તે પોતાની ઉપર એક ચાંદીનો સિક્કો રાખી દેવો.
હવે બંનેએ સાથે આ મંત્ર બોલવો ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ । આ મંત્રનો જાપ કર્યા પછી મા લક્ષ્મીજી સામે હાથ જોડી માથું નામાવવું અને તેમને ધન સંબંધિત સમસ્યા જણાવવી. તમે પૂજામાં જે ચાંદીનો સિક્કો ઉપયોગ કર્યો છે તેને ઘરની તિજોરીમાં રાખી દેવો તેનાથી બરકત બની રહેશે.
ત્રીજો ઉપાય – ગણેશ પૂજન
આ ઉપાય તે લોકો માટે છે જેમને પોતાના પતિ કે પત્ની સાથે ખૂબ જ ઝઘડા ચાલી રહ્યા છે અને તે બંનેના સંબંધને ફરીથી સારો કરવા માંગે છે. તે વાત સાચી છે કે જો બંને વચ્ચે લડાઇ થશે તો બંને સાથે આ ઉપાય નહીં કરી શકે. તેથી તમે એકલા જ પોતાના પાર્ટનર સાથે મજબૂત સંબંધ બનાવવા માટે કરી શકો છો.
આ ઉપાય માટે તમારે બુધવારના દિવસે પીપળાના પત્તામાં પોતાના પાર્ટનરનું નામ સિંદૂરથી લખવું. ત્યારબાદ ગણેશજીની સામે તેને રાખી દેવું અને પૂજા કરવી. પૂજા સમાપ્ત થયા પછી પોતાની સમસ્યા ગણેશજીને જણાવવી. નામ લખેલા પીપળાના પાનને વડના ઝાડની પાસે જમીનમાં દાટી દેવું. તમે તેને પીપળાના ઝાડની પાસે પણ દાટી શકો છો.