સ્ત્રીને આવું કામ કરતાં જોવી એ મહાપાપ છે, મહાકાળ પોતે આપે છે સજા

0
2390
views

દુનિયામાં કોઇ પરફેક્ટ નથી હોતું દરેક વ્યક્તિ કોઈને કોઈ ભૂલ તો કરી જ નાખે છે એટલે તેને ભૂલનું પૂતળું કહેવામાં આવે છે. જોવા જઈએ તો ભૂલો અજાણતાં થાય છે પરંતુ કંઈક લોકો એવા હોય છે કે જે જાણી જોઈને ભૂલો કરે છે. અજાણતામાં થયેલી ભૂલોને માફ કરી શકાય છે પરંતુ જાણી જોઈને કરેલી ભૂલોને માફ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેની પર એક કહેવત પણ છે તમે બધાએ સાંભળી હશે કે “વ્યક્તિ તેની ભૂલોથી જ શીખે છે” પરંતુ તેનો મતલબ એવો નથી કે ભૂલ પર ભૂલ કરતા રહો.

ગરુડ પુરાણમાં ભૂલોની સજા નિર્ધારિત છે. જો વ્યક્તિ અજાણતા નહીં પરંતુ જાણી જોઈને ભૂલ કરે છે તો તેને તેની સજા મળે છે અને આજે તમને અહીં એવી ભૂલ ના વિશે જણાવીશું કે જે વ્યક્તિએ ના કરવી જોઈએ. ગરુડ પુરાણ અનુસાર આ ભૂલનો ખુબ જ મહાપાપ સમજવામાં આવે છે. જો વ્યક્તિ આ ભૂલ કરે છે તો તે પાપનો ભાગીદાર બની જાય છે. આ પાપને એટલું મોટું સમજવામાં આવ્યું છે કે મર્યા પછી પણ તે વ્યક્તિનો પીછો નથી છોડતું. એટલું જ નહીં જો વ્યક્તિ આ ભૂલ કરે છે તો સમાજમાં તેની ઈજ્જત ઓછી થઈ જાય છે અને સારી નજરથી તેની નથી જોવામાં આવતો.

વાસ્તવમાં કોઇપણ વ્યક્તિએ ક્યારેય કોઈ નહાતી સ્ત્રીને જોવી નહીં. અમુક લોકોની આદત હોય છે કે તે નહાતી સ્ત્રીને જોવા લાગે છે. આવા નીચ લોકોને નહાતી સ્ત્રીને જોવાનો આનંદ આવે છે. પરંતુ ગરુડ પુરાણમાં આવું કરતાં પુરુષને ચરિત્રહીન માનવામાં આવે છે.

નહાતી સ્ત્રીને જોવું મહાપાપ છે

શાસ્ત્રો અનુસાર ક્યારે પણ કોઈ સ્ત્રીને નહાતી જોવી નહીં તેને અશુભ માનવામાં આવે છે. જો વ્યક્તિ જાણી જોઈને આવું કરે છે તો તે મહાપાપીનો ભાગીદાર બને છે. ત્યારબાદ તે કંઈ પણ કરે પરંતુ પાપ તેનો પીછો નથી છોડતું અને તેને સજા મળીને જ રહે છે. તમને જણાવી દઈએ તો આવું કરતા વ્યક્તિને કઠોળ થી કઠોર સજા મળે છે. જો આ ભૂલ તમે અજાણતામાં કરો છો તો તેના માટે ભગવાન થી માફી માંગી લેવી. પરંતુ જો જાણી જોઇને આ કામ કરો છો તો ગમે તેટલી માફી માંગી લો પરંતુ ભગવાન માફ નથી કરતા.

જાણી જોઈને આવું કરવા વાળો વ્યક્તિ ખૂબ જ નીચ પ્રવૃત્તિનો હશે અને તેવા માણસને માફી મળવી પણ ના જોઈએ. આજનો બદલતો સમાજ તે જ લોકોની ઈજ્જત કરે છે. જે મહિલાઓની ઇજ્જત કરે છે, મહિલાઓનું અપમાન કરતા કે પછી તેને ખોટી નજરથી જોતા લોકોને સમાજમાં હંમેશા બહિષ્કૃત કરી દેવો જોઈએ. કેમકે એક મહિલાને ઈજ્જત નથી કરતો તે કોઈ ની પણ ઈજ્જત નહીં કરી શકે તે કહેવું ખોટું નથી. આવા લોકો હોય છે જેના વિચારો મહિલાઓના પ્રત્યે ખરાબ હોય છે અને આવા જ લોકો બળાત્કાર જેવી ઘટનાઓને અંજામ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here