ગઝલ સમ્રાટ જગજીત સિંહની મશહૂર ગીતની એક લાઈન યાદ આવી રહી છે. જેમાં લખ્યું હતું કે “ના ઉમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન”. જેને લઈને બોલિવૂડના સિતારાઓએ સાચું માની લીધું. આજકાલ એક્ટ્રેસ પોતાની ઉંમરથી નાના છોકરાઓને પસંદ કરી રહી છે જ્યારે કે પહેલાં એક્ટર્સ આવું કરતાં હતા જ્યારે તેઓને પોતાના ઉંમર કરતાં અડધી ઉંમરની એક્ટ્રેસ પસંદ આવી જતી. પહેલા લગ્ન થઈ ગયા પછી છુટાછેડા લઈ અને પોતાનાથી નાની છોકરીઓ સાથે બીજી વખત લગ્ન કરતા હતા. આ લિસ્ટમાં અનેક એક્ટર્સ છે, પરંતુ આજે તમને માત્ર ૪ ના વિશે જણાવીશું જે પોતાના પતિના લગ્નમાં કેટલા વર્ષની હતી એક્ટ્રેસ. તેમાંથી એક એક્ટ્રેસ તો એટલી નાની હતી કે તેને કંઈ સમજ પણ ન હતી.
કિશોરકુમાર
બોલિવૂડના મશહૂર ગાયક કિશોર કુમાર તે પોતાના જીવનમાં ચાર લગ્ન કર્યા હતા. તેમને પહેલા લગ્ન વર્ષ ૧૯૫૧ માં રૂમા ગુહા ઠાકુરતા સાથે કર્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૦ માં મધુબાલા સાથે કર્યા હતા. ત્યારબાદ ૧૯૭૬ માં યોગીતા બાલી સાથે કર્યા હતા. તેમનો ચોથા લગ્ન ૧૯૮૦ માં લીના ચંદાવરકરની સાથે કર્યા. ૧૯૮૬ માં કિશોરકુમારનું મૃત્યુ થઈ ગયું. જ્યારે તેમના પહેલા લગ્ન થયા ત્યારે એક વર્ષ પહેલા એટલે કે ૧૯૫૦ માં લીના ચંદાવરકર નો જન્મ થયો હતો. તેનો મતલબ કે જ્યારે કિશોર કુમારના પહેલા લગ્ન થયા ત્યારે લીના માત્ર એક વર્ષની હતી.
ધર્મેન્દ્ર
વર્ષ ૧૯૫૬ માં ૧૯ વર્ષની ઉંમરમાં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા. તે સમયે હેમા માલિની માત્ર ૬ વર્ષની હતી. ત્યારબાદ ધર્મેન્દ્રનું દિલ હેમા પર આવી ગયું અને તેમણે તેમની પહેલી પત્નીને તલાક આપવા માંગતા હતા પરંતુ એવું ના થઈ શક્યું. ત્યારબાદ ધર્મેન્દ્ર એ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને વર્ષ ૧૯૮૯ માં હેમા માલિની સાથે લગ્ન કરી લીધા.
સૈફ અલી ખાન
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનનાં પહેલા લગ્ન ૧૯૯૧ માં અમૃતા સિંહ સાથે કર્યા હતા. તે દરમિયાન તેમની વર્તમાન પત્ની કરીના માત્ર ૧૧ વર્ષની હતી. વર્ષ ૨૦૦૪ માં અમૃતાને તલાક આપી અને વર્ષ ૨૦૧૨ માં કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા. સેફ અલી ખાન કરીના કપૂર થી ૧૨ વર્ષ મોટા છે અને તેમનું અફેર ચાર વર્ષ સુધી ચાલ્યું હતું ત્યારબાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.
જાવેદ અખ્તર
બોલિવૂડના મશહુર લેખક જાવેદ અખ્તરનાં પહેલા લગ્ન ૧૯૭૨ માં હની ઇરાની સાથે થયા હતા. પરંતુ કોઈ કારણને લીધે તેમનું તલાક થઈ ગયા. વર્ષ ૧૯૮૪ માં જાવેદ અખ્તરે પોતાનાથી નાની ઉંમરની અભિનેત્રી સાથે લગ્ન કર્યા. શબાના આઝમી જાવેદ થી પ વર્ષ નાની છે. માન્યું કે આ એજ ગેપ વધુ નથી પરંતુ બતાવવામાં આવે છે કે જાવેદનાં પહેલા લગ્ન એટલા માટે તૂટ્યા હતા કે જાવેદ શબાના ના પ્રેમમાં પડી ગયા હતા.