અનેક લોકોના શરીર પર બર્થ માર્ક જોવા મળે છે. દરેક જગ્યાએ ત્યાંની સ્થાનિક ભાષામાં એક અલગ અલગ નામથી તેને કહેવામાં આવે છે. હિન્દી ભાષામાં બર્થને જન્મ ચિન્હ કે લહસન કહેવામાં આવે છે. બર્થ માર્કને લઈને દરેક કોઈ નવી-નવી વાત બતાવે છે કે બર્થ માર્ક હોવાથી સારું થશે કે ખરાબ થશે.
બર્થ માર્કની ઘણા લોકો ગુડ લક અને બેડ લક ની સાથે પણ જોડે છે. એવું પણ કહેવામાં આવે છે કે બર્થ માર્ક પહેલા જન્મના કર્મો અને ફળથી બને છે. પરંતુ વૈજ્ઞાનિક તથ્યો અનુસાર જ્યારે બાળક માના પેટમાં હોય છે ત્યારે તેનું નિર્માણ થાય છે. ઘણીવાર બર્થ માર્ક આપણા ચહેરાની સુંદરતાને પણ ખતમ કરી નાખે છે. જ્યારે તે ચહેરાની સામે દેખાતા શારીરિક ભાગ પર હોય છે. આજે આ આર્ટિકલમાં તમને એવા જ બર્થ માર્કના વિશે જણાવીશું કે તમારો બર્થ માર્ક તમારા વિશે શું સુચવે છે.
પેટ
પુરુષો અને મહિલાઓ ને જો બર્થ માર્ક પોતાના પેટ પર હોય તો એ દર્શાવે છે કે તમે ખૂબ જ લાલચી અને મતલબી માણસ છો.
મોઢાની પાસે
પુરુષોના મોઢાની પાસે બર્થ માર્ક હોય તો તે તેમની ખુશી અને ધન યોગ દર્શાવે છે અને મહિલાઓના મોઢાની પાસે બર્થ માર્ક હોય તો એ દર્શાવે છે કે તે ખૂબ જ સંવેદનશીલ અને વાતો કરવાના શોખીન હોય છે.
જમણા ગાલ પર
પુરુષોની જો જમણાં ગાલ પર બર્થ માર્ક હોય તો તે જુનુની હોય છે અને મહિલાઓને જમણા ગાલ પર બર્થ માર્ક હોય તો તેમને તેમના જીવનસાથીની સાથે સંબંધ સારો રહે છે.
ડાબા ગાલ પર
ડાબા ગાલ પર જો પુરુષને બર્થ માર્ક હોય તો તે સમજવું કે તેમની પાસે હંમેશા આર્થિક સંકટ રહે છે અને આવી મહિલાઓ હતાશાનો શિકાર રહે છે.
ડાબા સ્તન નીચે
જો કોઈ પણ પુરુષ કે મહિલાને ડાબા સ્તનની નીચે બર્થ માર્ક હોય તો તે દર્શાવે છે કે તેમને હંમેશા સફળતા મળશે અને તેમને મજાકિયો સ્વભાવ ખૂબ જ પસંદ હોય છે.
જમણા સ્તન નીચે
જમણા સ્તન નીચે બર્થ માર્ક દર્શાવે છે કે તમારું ભાગ્ય ખૂબ જ સારું છે.
છાતીની એકદમ વચ્ચે
છાતીની એકદમ વચ્ચે જો બર્થ માર્ક હોય તો તે દર્શાવે છે કે તમે સારા ભાગ્યના માલિક છો.
ગળા પર
પુરુષોના ગળા પર બર્થ માર્ક સુચવે છે કે તે ખૂબ જ સેક્સી અને હોટ છે, જ્યારે મહિલાઓ પરિવારમાં દરેકનું દિલ જીતવા વાળી હોય છે.
માથા પર જમણી બાજુ
મહિલા કે પુરુષના કોઈપણ ના માથા પર જમણી બાજુ બર્થ માર્ક હોય તો તેમની તીવ્ર બૌદ્ધિક શક્તિ દર્શાવે છે.
માથા પર ડાબી બાજુ
મહિલા કે પુરુષની માથા પર ડાબી બાજુ બર્થ માર્ક હોય તો તે દર્શાવે છે કે તે ખૂબ જ ખર્ચાળ હોય છે અને હંમેશા ખર્ચા ના વિશે વિચારતા હોય છે.
માથાની વચ્ચે
પુરુષ કે મહિલા ને માથા ની વચ્ચે બર્થ માર્ક હોય તો તે તેને આકર્ષિત બનાવે છે આવા લોકોના જીવનમાં ઘણાં અફેર હોય છે.
ભુજા
પુરુષોને ભુજા પર બર્થ માર્ક હોય તો તેમના ઘરના પ્રતિ પ્રેમ દર્શાવે છે અને તેમને ઘર પર રહેવું અને જમવું ખૂબ જ પ્રિય હોય છે અને મહિલાઓને ભૂજા પર બર્થ માર્ક હોય તો તે કેરિયર ઓરિએન્ટેડ થવા પર મહોર લગાવે છે.
હોઠની નીચે
જો મહિલા કે પુરુષને હોઠની નીચે બર્થ માર્ક હોય તો તે તેમના ખરાબ સ્વાસ્થ્ય ના વિશે દર્શાવે છે.
જડબા પર
મહિલા અથવા તો પુરુષના જડબા પર બર્થ માર્ક તેમના ખરાબ સ્વાસ્થ્ય વિશે દર્શાવે છે.
પીઠ પર
જે વ્યક્તિની પીઠ પર બર્થ માર્ક હોય તો તે ખૂબ જ ઈમાનદાર અને ખુલ્લા વિચારોવાળો હોય છે.
આંગળી ઉપર
કોઈપણ હાથની આંગળી પર બર્થ માર્ક હોય તો તે દર્શાવે છે કે તે આત્મનિર્ભર રહેવું ખૂબ જ પસંદ કરે છે.
પગની આંગળી પર
કોઈપણને પગની આંગળી પર બર્થ માર્ક હોય તો જે દર્શાવે છે કે તમે ઍક્ટિવ છો અને સાથો સાથ તમે ટ્રાવેલ લવિંગ હોવાનું પણ દર્શાવે છે.
ખભા પર
જો ખભા પર બર્થ મારતો હોય તો તેનાથી હંમેશા આર્થિક સંકટ બની રહે છે તે દર્શાવે છે પરંતુ જમણી બાજુ હોય તો તેને સારા ભાગ્ય પણ દર્શાવે છે.
પગ પર
જો બર્થ માર્ક પગ પર હોય તો તમે પોતાના નિર્ણય લેવામાં સક્ષમ હોવ છો.
નાક પર
જો નાક પર બર્થ માર્ક હોય તો તે દર્શાવે છે કે તમે ખૂબ જ ક્રિએટિવ છો અને તમારા વિચારો બધાથી અલગ છે.
જાંઘ પર
જાંઘ પર મહિલા કે પુરુષની બર્થ માર્ક હોય તો તે સમજી લેવું કે તેમના જીવનમાં ધનયોગ છે અને તે હંમેશા ખુશ રહેશે.