તમારા હાથની રેખાઓ અને આંગળીઓમાં તમારી કિસ્મત સાથે જોડાયેલા દરેક સવાલ અને રહસ્ય છુપાયેલા હોય છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર તમે તે જાણી શકો છો કે તમારું કુલ આયુષ્ય કેટલું હશે, એટલે કે આ સંસારમાં તમે કેટલા વર્ષ સુધી જીવશો.
સમુદ્રશાસ્ત્ર અનુસાર હાથોની રેખાઓની સાથે માથાની રેખાથી પણ આયુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આ શાસ્ત્ર અનુસાર જો માથાની ચાર રેખાઓ એક તરફથી બીજી તરફ કાનપટ્ટી સાથે જોડાયેલી હોય તો તે ઉંમરની રીતે ઉત્તમ હોય છે આવા વ્યક્તિ દીર્ઘાયુ હોય છે.
માથાની એક રેખા ૨૫ વર્ષની આયુ દર્શાવે છે આ રેખા જેટલી સાફ અને સ્પષ્ટ હોય છે તેટલી ઉત્તમ માનવામાં આવે છે. માથાની રેખાથી આયુષ્ય જાણવા ઉપરાંત એક સરળ ઉપાય છે કે તમારી આંગળી થી તમારા શરીરને માપો.
ભવિષ્યપુરાણ અનુસાર પોતાની આંગળી થી ૧૦૮ એટલે કે ચાર હાથ અને બાર આંગળીનો હોય છે તે ઉંમરના વિષય પર ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ વ્યક્તિ લાંબો સમય સુધી જીવે છે. જે વ્યક્તિનું શરીર આંગળીઓથી માપવાથી ૧૦૦ આંગળી હોય છે તે મધ્યમ આયુષ્ય વાળા અને મધ્યમ જીવન જીવવા વાળા હોય છે.
જે વ્યક્તિઓનું શરીર આંગળીથી માપવા પર ૯૦ અને તેનાથી ઓછી આંગળીનું હોય છે તે આયુષ્ય માટે સારું નથી માનવામાં આવતું.