ચહેરાને સુંદર બનાવવા માટે મુલતાની માટીનો પ્રયોગ પહેલાથી કરવામાં આવે છે. તેમાં ઘણી એવી ઘણી ગુણવતા છે કે જેના વિશે તમે સારી રીતે જાણી લ્યો તો તેનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે.
ચહેરાને આપે છે ચમક
મુલતાની માટી ચહેરા પર થોડી જ મિનિટમાં ચમક આપે છે. કારણ કે તેમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય છે જે ચહેરા પર રહેલી સ્કીન પ્રોબ્લેમ માંથી છુટકારો અપાવે છે.
તૈલી ત્વચા માટે ફાયદાકારક
જો તમારી ત્વચા તૈલી હોય તો સવાર-સાંજ બે વખત મુલતાની માટીનો લેપ ચહેરા ઉપર પાંચ મિનિટ લગાવો. તેનાથી ફાયદો તરત જ જોવા મળશે. ત્વચા પહેલી હોવાથી તેના છિદ્રો બંધ થઈ જાય છે જે ખીલ થવાનું ખાસ કારણ છે. એટલું જ નહીં તેનાથી બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ પણ થઈ જાય છે જો મુલતાની માટીનો ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યા સરળતાથી દૂર થઈ જાય છે.
ખીલથી છૂટકારો
મુલતાની માટીમાં રહેલા તત્વો તમારા ચહેરા પર થતા ખીલને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. ખીલની સમસ્યા અને ઓઈલી સ્કિનની ત્વચામાંથી મુલતાની માટીના ઉપયોગને ફાયદાકારક માનવામાં આવે છે.
કોમ્પ્લેક્ષન
જો ચહેરા ઉપર ટેનિંગ થયા હોય તો મુલતાની માટીનો ઉપયોગ લાભકારી હોય છે. તે ચહેરાની રોનક ને નિખારે છે પરંતુ તેનો ઉપયોગ એક-બે દિવસ કરવાથી ફરક નથી પડતો. પરંતુ દસથી બાર દિવસ સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ. તે ફાયદો ધીરે-ધીરે કરે છે પરંતુ તેની અસર લાંબો સમય સુધી રહે છે.
દાગ-ધબ્બા
તમારી સ્કિન ઉપર રહેલા દાગ-ધબ્બા દૂર કરવામાં પણ મુલતાની માટી ફાયદાકારક સાબિત થાય છે. જો તમારી સ્કિન ઉપર સફેદ કલરના ડાઘ હોય કે કોઈ પણ પ્રકારના ધબા થયા હોય તો તે મુલતાની માટીથી દૂર થાય. જે લોકોને ડ્રાય સ્કિન હોય તે મુલતાની માટીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ શિયાળાના સમયમાં તેના ઉપયોગથી થોડું દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી ચહેરા પર ડ્રાયનેસ આવી શકે છે. મુલતાની માટી ખાસ કરીને ફેસપેક ક્લીંઝર અને સ્ક્રબ હોય છે.
કોઈ સાઈડ ઈફેક્ટ નથી
મુલતાની માટી ચહેરા પરની ગંદકી સાફ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી ત્વચા થયેલી હોય તો તેને ગુલાબજળની સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય છે અને જો તમારી ત્વચા ડ્રાય હોય તો તેને બદામની પેસ્ટ ની સાથે મેળવીને ચહેરા પર મસાજ કરવી.
કેવી રીતે કરવો ઉપયોગ
પેસ્ટ બનાવીને
મુલતાની માટીને સીધી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકાય છે તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. પરંતુ જો તમે વધુ ફાયદો કરવા માગતા હોય તો મુલતાની માટીની સાથે દહીં, ક્રીમ, લીંબુનો રસ અને ગુલાબજળને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી તેનાથી તમારી સ્કિનને અનેક ફાયદા થશે.
ક્લીન્ઝર ના રૂપમાં
મુલતાની માટીમાં રહેલા મેગ્નેશિયમ ક્લોરાઇડ ક્લીન્ઝર નું કામ કરે છે. જો મુલતાની માટીનો ઉપયોગ દરરોજ કરવામાં આવે તો તેનાથી ચહેરો એકદમ સાફ રહે છે અને ખીલ, તૈલી ત્વચા અને દાગ-ધબ્બા થી છુટકારો મળે છે. જો તેને ગાજરનો જ્યુસ સાથે મિક્સ કરીને લગાવવામાં આવે તો તેનાથી પણ ફાયદો થાય છે.
નેચરલ સ્કબર
પીસેલી બદામ કે સંતરાની છાલને પીસીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર ત્રણથી પાંચ મિનિટ મસાજ કરવાથી તે સ્કબર નુ કામ કરે છે. આ પેસ્ટ બ્લેકહેડ અને વાઇટ હેડ્સને દૂર કરે છે અને સ્કિનને હેલ્ધી બનાવે છે અને ડેડ સ્કિન દૂર કરે છે. તેથી તે કહેવું ખોટું નથી કે દરરોજ ચહેરાની દેખભાળ માટે મુલતાની માટી નો ઉપયોગ ફાયદાકારક છે.