વિરાટ કોહલી પોતે જેટલો સ્ટાઇલિશ છે, એટલી જ તેમની લાઇફ સ્ટાઇલ પણ સ્ટાઇલિશ છે. બધા જ લોકો જાણે છે કે વિરાટ મોંઘી લક્ઝરી કારનો શોખ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે વિરાટ અને અનુષ્કા નું ગુરુગ્રામ સ્થિત આલીશાન ઘર લક્ઝરી ની બાબતમાં શાહરૂખ ખાનના “મન્નત” બંગલાને પણ પાછળ છોડી દે છે. જી હાં, વિરાટનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. આજે અમે આ પોસ્ટ ના માધ્યમથી તમને અનુષ્કા અને વિરાટ ના ગુરુગ્રામ સ્થિત ઘરની અમુક તસવીરો બતાવીશું.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગયા વર્ષે વિરાટ ગુરુગ્રામ સ્થિત પોતાના આલીશાન ઘરમાં શિફ્ટ થયો હતો. આ પહેલા તે દિલ્હીના પશ્ચિમ વિહાર મા મીરા બાગ વિસ્તારમાં રહેતો હતો.
નવા ઘરમાં શિફ્ટ થવાની ખુશીમાં વિરાટે એક શાનદાર પાર્ટી પણ રાખી હતી, જેમાં તેણે પોતાના નજીકના સંબંધીઓને બોલાવેલ હતા.
સમાચારો અનુસાર ૮૦ કરોડ જેવી રકમમાંથી આ શાનદાર ઘર બનીને તૈયાર થયું છે.
ગુરુગ્રામ ના DLF Phase-1 ના Block C મા વિરાટનું આ મહેલ જેવું ઘર આવેલું છે.
પંદરસો સ્ક્વેર ફુટમાં બનાવેલા ઘર બહારથી મહેલ જેવું દેખાય છે, સાથોસાથ અંદરથી પણ મહેલ દેખાઈ આવે છે.
એક પ્રખ્યાત કંપની દ્વારા આ ઘર નો ઇન્ટેરિયર કરવામાં આવેલ છે.
વિરાટનું આ ઘર સ્વિમિંગ પૂલ અને જીમ જેવી સુવિધાઓથી સુસજ્જ છે.
આલીશાન લિવિંગ રૂમમાં એક મોટું ટીવી લગાવવામાં આવેલ છે, જ્યાં આરામથી બેસીને મેચ અથવા મુવીની મજા લઇ શકાય છે.
તમને જણાવી દઈએ કે વિરાટ પોતાના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યો છે
ઇન્ટિરિયર આ ઘરને ખૂબ જ ખૂબસૂરત અને આધુનિક બનાવી દીધું છે.
તો તમને આ વિરાટ કોહલીનું ઘર કેવું લાગ્યું તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ સિવાય તમે બીજી કઈ માહિતી જાણવા માંગો છો તે પણ અમને જણાવશો. જેથી અમે તમારા માટે અમારા આગળના આર્ટિક્લમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું.