કેમ્બ્રિજ એનાલીટીકલ સ્કેન્ડલ સામે આવ્યા બાદ અચાનક દુનિયાભરમાં લોકો પોતાના ડેટા ની સુરક્ષાને લઈને પરેશાન થવા લાગ્યા છે. હવે તેઓ એ વાતની પણ જાણકારી મેળવવા લાગ્યા છે કે તેમનો કેટલો ડેટા કઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાખેલો છે. ડેટા ના બહાના હેઠળ કોણ કેટલી હદ સુધી આપણી પર્સનલ જાણકારીઓ જમા કરી રહ્યું છે અને તે કેટલી હદ સુધી ખતરનાક થઈ શકે છે તેની અમે તમને અહીંયા જાણકારી આપીશું.
આયર્લેન્ડના એક વેબ ડેવલોપર ઍ ફેસબુક અને ગૂગલ પાસે રહેલ પોતાના ડેટાને ડાઉનલોડ કરીને જોયો ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ફેસબુકની પાસે તેમનો અંદાજે 600 MB મોજુદ હતો, જેમાંથી માઈક્રોસોફ્ટ વર્ડના ચાર લાખ ડોક્યુમેન્ટ બનાવી શકાય. જો ૨૦૦ ડોક્યુમેન્ટને ભેગા કરીને એક પુસ્તક છાપવામાં આવે તો આ ડેટા માંથી ૨૦૦ પુસ્તકો છાપી શકાય. તમને માનવામાં નથી આવતું ને ! પરંતુ ગુગલ તો ફેસબુક થી પણ વધારે આગળ છે. આયર્લેન્ડના આ વેબ ડેવલપરે ગુગલ માંથી જે ડેટા ડાઉનલોડ કર્યા તેની સાઈઝ 5.5 Gb હતી એટલે કે ફેસબુકની તુલનામાં દસ ગણી વધારે. અંદાજે ૩૦ લાખ વર્લ્ડ ડોક્યુમેન્ટની સાઈઝ આટલી હોય. આવો જાણીએ કે તમારા વિશે આમ મોટા સોશિયલ મીડિયા દિગ્ગજ શું-શું જાણે છે.
ગુગલ
તમે ક્યાં ક્યાં ગયા છો : જો તમે પોતાના મોબાઇલ ફોન પર લોકેશન બ્રેકિંગ એક્ટિવ કરી રાખેલ છે તો ગુગલ તમારી લોકેશન વિશે બધું જ જાણે છે. ફક્ત એટલું જ નહીં, પરંતુ સમયસર તે તમારી લોકેશન નો ડેટા પણ સ્ટોર કરતો રહે છે એટલે કે કયા દિવસે તમે કયા શહેરમાં અને કયા વિસ્તારમાં, કઈ હોટલ, ઓફિસ અથવા તો ક્યાં ગયા હતા.
ઈન્ટરનેટ સર્ચ : આપણી તમામ ડિવાઇસ (મોબાઇલ ફોન, લેપટોપ, ટેબલેટ વગેરે) મા તમે ક્યારે કઈ ચીજ માટે ઈન્ટરનેટ સર્ચ કર્યું તે બધું જ ગુગલ પાસે સ્ટોર રહે છે.
કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો : પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં અને ક્રોમ બ્રાઉઝરમાં તમે કઈ એપ્લિકેશન અથવા એક્સ્ટેંશન નો ઉપયોગ કરો છો, તેની બધી જ માહિતી ગુગલ પાસે હોય છે. તમે આ એપ્લિકેશનનો ક્યારે, કઈ રીતે, ક્યાં, કઈ પરિસ્થિતિમાં ઉપયોગ કર્યો છે અને શા માટે કર્યો છે તે પણ તે જાણે છે.
ક્યારે જાગો છો અને ક્યારે સુવો છો : ગુગલ તમારા દિવસભરના રૂટિન થી પણ પરિચિત છે, કારણ કે સવારે ઉઠતાની સાથે તમે જેવો તમારો ફોન ખોલો છો, કોઈને કોઈ એપ્લિકેશન એક્ટિવ થઈ જાય છે અને રાતે સુતા સમયે પણ કોઈને કોઈ એપ્લિકેશન પર ગુડ નાઈટ બોલવાની આદત તમને હશે જ.
તમારું ઘરે અને ઓફિસ : કદાચ તમે જાતે જ ક્યારેક કોઈને કોઈ એપ્લિકેશન અથવા ગુગલ મેપ ને એ વાત ની સુચના આપી હશે કે તમારું ઘર ક્યાં છે અને ઓફિસ ક્યાં છે. તમે પોતાના લોકેશનમાં તેની જાણકારી જરૂર જણાવેલી હશે.
યુટ્યુબ પર શું જુઓ છો : યુટ્યુબ પર તમે જે કંઈ પણ જુઓ છો, ગુગલ પાસે તેની બધી જ જાણકારી સેવ રહે છે. તમે જોયું હશે કે તમે જે પ્રકારના વિડિયો પસંદ કરો છો, બાદમાં યુટ્યુબ તમને એ પ્રકારના વીડિયો બતાડવા લાગે છે. મતલબ કે તે તમારા ડેટાનો ઉપયોગ કરી રહ્યું છે. તેના વિશ્લેષણના આધાર પર તે એ પણ જાણકારી મેળવી લે છે કે તમારી પસંદગી, ચિંતાઓ, મનની સ્થિતિ, માનસિક સ્તર વગેરે શું છે.
Gmail નો ઇતિહાસ : તમારા જીમેલ એકાઉન્ટ માં આવેલ તમામ ઇમેઇલ ગુગલ પાસે રહેલા હોય છે. ફક્ત સેવ કરવામાં આવેલ ઈમેલ જ નહીં પરંતુ સ્પેન અને ડીલીટ કરવામાં આવેલ પણ ઇમેઇલ તેમની પાસે રહેલ હોય છે. Gmail પર તમે ક્યારેય કયો સંદેશ મેળવ્યો અને મોકલ્યો તેનું સમગ્ર ઇતિહાસ તેને માલુમ હોય છે.
તમારી જરૂરિયાતની પ્રોડક્ટ : તમે ક્યાં ક્યાં વિજ્ઞાપનો જોયા, ક્યા વિજ્ઞાપન ઉપર ક્લિક કર્યું, તેને ગુગલ પોતાના એડસેન્સ પ્રોગ્રામ દ્વારા જાણે છે. તે એ પણ જાણે છે કે તમે કઈ પ્રોડક્ટ ની વેબસાઈટો અને વિજ્ઞાપનો ને કેટલી વખત જોયા, મતલબ કે તમે તેને ખરીદવામાં દિલચસ્પી રાખી શકો છો.
તમારી બિમારીઓ : જો તમને કોઈ પણ પ્રકારની બીમારી જ છે અથવા તો થવાની આશંકા છે તો તમે જરૂર ગુગલ પર ક્યારેક તેના વિશે સર્ચ કર્યું હશે. એવું પણ બની શકે છે કે યુટ્યુબ પર તમે તેની સાથે જોડાયેલા વિડીયો પણ જોયા હોય. સ્વાસ્થ્ય વીમા યોજનાઓની તલાશ પણ કરી હોય. આ બધો ડેટા ગુગલ ને તે જણાવવા માટે પર્યાપ્ત છે કે તમે કઈ દવા કંપનીઓ અથવા હોસ્પિટલો માટે સારા ગ્રાહક બની શકો છો.
આવક અને રોકાણ : શું તમે ઇન્કમટેક્સના ચુકવણા ને લઈને પરેશાન છું અને પૈસા બચાવવાની કોશિશ માં લાગેલા છો? ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોની સર્ચ કરી રહ્યા છો? કોઈ વ્યક્તિ પાસેથી ઈમેલ મારફતે ઇન્વેસ્ટમેન્ટની સલાહ લઈ રહ્યા છો? આ બધું જ ગુગલ માટે એ અનુમાન લગાવવા માટે પૂરતું છે કે તમે આવકના ક્યાંક બ્રેકેટમાં આવો છો.
હરવા-ફરવાની યોજનાઓ : તમે વિદેશમાં ફરવા જવા માટેની યોજના બનાવી રહ્યા છો કે પછી ભારતમાં જ ફરવા જવા માટેની. તમે જાતે, પતિ પત્ની અથવા બાળકો કોઈ સારા લોકેશન માટેની જાણકારીઓ સર્ચ કરી રહ્યા છો. વિમાન યાત્રા માટે ટિકિટ કરાવવા માટે તમે સારા પ્લાનની તપાસ કરી રહ્યા છો? હોટેલ માટેની પણ તપાસ ચાલી રહી છે, આ બધા માટે સંભવ છે કે તમે ગુગલ કર્યું હશે. તો લો હવે ગુગલ જાણી ચૂક્યું છે કે તમે ગરમીના વાતાવરણમાં ક્યાં અને કેટલા દિવસ માટે જવા માંગો છો.
અન્ય ડેટા પણ થાય છે જેમાં
- ગુગલ કેલેન્ડરમાં રાખવામાં આવેલ દરેક ઇવેન્ટ
- દરેક ફાઈલ અને ઈમેલ, જે તમે ઇન્ટરનેટ માંથી ડાઉનલોડ કરેલ છે.
- ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવામાં આવેલ અને ડીલીટ કરવામાં આવેલ દરેક ફાઈલ.
- દરેક ફોટો જે તમે પોતાના મોબાઈલ પર લીધેલ છે, જગ્યા અને સમયની સાથે.
- કોઈપણ સોફ્ટવેર અથવા એપ્લિકેશન, જેના માટે તમે સર્ચ કર્યું હોય.
- તમારી ઉંમર અને લિંગ
- નોકરી ની એપ્લિકેશન
- ફિટનેસ પર તમે જે કામ કર્યું છે તે.
ગૂગલની પ્રાઈવેસી પોલીસી
ગૂગલની પ્રાઇવેસી પોલીસી કહે છે કે કંપની તમારી અંગત રીતે ઓળખ ન કરવા લાયક ડેટા પોતે તો ઉપયોગ કરી શકે છે, તે સિવાય પોતાના પાર્ટનર સાથે પણ શેયર કરી શકે છે, જેમકે પબ્લિશર, એડ આપવાવાળા અને ગુગલ સાથે જોડાયેલ વેબસાઈટ. હવે તમે સમજી ગયા હશો કે તમારી સાથે જોડાયેલ કયો ડેટા ક્યાં ક્યાં જઈ શકે છે અને કોના કોના સામે આવી શકે છે.
ગુગલ પાસે રહેલ તમારો ડેટા : google.com/takeout
ફેસબુક
તમારું શહેર, સરનામું, ઈમેલ, ફોન : કદાચ તમે જાતે જ તમારા ફેસબુક પ્રોફાઈલમાં આ બધી માહિતીઓ ભરેલી હશે. બની શકે કે તમારા મિત્રો અથવા સંબંધીઓએ એવી કોમેન્ટ કરીને કોઈ જેમાં આ બધી જાણકારીઓ જાહેર થઈ ગઈ હોય.
તમારો પરિવાર : ફેસબુક જાણે છે કે તમારા પરિવાર અને સંબંધીઓ માં કોણ કોણ છે. તમારા મિત્રો માંથી કોણ તમારી સૌથી વધારે નજીક છે અને કોણ તમારાથી દૂર છે. તમે સિંગલ છો કે રિલેશનશિપમાં છો કે પછી પરિણીત છો તો તમારી પત્ની અથવા પતિ કોણ છે અને બાળકો કોણ છે.
તમારી તમામ લાઇકસ : તમે અત્યાર સુધીમાં ફેસબુક પર જે કંઈ પણ લાઇક કર્યું છે તેની તમામ જાણકારી ફેસબુકને છે. કયા પ્રકારના વિષયોમાં તમને રસ છે, કયા પ્રકારના પ્રોડક્ટને તથા એટલે સુધી કે ક્યા રાજકીય પક્ષને તને પસંદ કરો છો, તે તમારી લાઈક ના આધાર પર અનુમાન લગાવી શકે છે. જો તમે તે પ્રકારના ગ્રુપના સદસ્યો છો તો તેનું કામ વધારે સરળ બની જાય છે.
તમારી દરેક કૉમેન્ટ : જ્યારે પણ તમે જે કૉમેન્ટ પોતાના પ્રોફાઈલ, પેજ અથવા અન્ય લોકોના ફેસબુક પ્રોફાઈલ અથવા પેજમાં કરેલ છે, તેની બધી જ જાણકારી ફેસબુકને હોય છે. તેના લીધે તે તમારી વિચારધારા નો અંદાજો લગાવી શકે છે. જો તમે કોઇ ખાસ રાજકીય પક્ષની પોસ્ટ ઉપર વધારે સક્રિય દેખાવ છો તો તે પોતાના વિશ્લેષણથી નક્કી કરી શકે છે કે તમારી રુચિ કઈ તરફ છે.
તમારી સક્રિયતા : ફેસબુક પર તમે ક્યારે ક્યારેય સક્રિય હોવ છો અને ક્યારે દૂર ચાલ્યા જાવ છો. સપ્તાહમાં કયા દિવસોમાં તમે વધારે નવરાશ ની પળો માણો છો અને કયા દિવસે વધારે વ્યસ્ત રહો છો, તેનો અંદાજો લગાવવો ફેસબુક માટે મુશ્કેલ નથી.
તમારું લોકેશન : તમે કઈ જગ્યાએથી, કેટલા વાગ્યે અને કયા ડિવાઇસમાંથી લોગીન કર્યું. તમારા વર્ષો સુધીના લોગીનનો ચાર્ટ બનાવી ને તમારી તમામ યાત્રાઓ અને ગતિવિધિઓનો અંદાજો આસાનીથી લગાવી શકે છે.
તમારી ઇવેન્ટ : તમે ક્યારે અને કઈ ઇવેન્ટ આયોજિત કરી અને શેમા ભાગ લીધો, તેની માહિતી ખુબ જ આસાનીથી ઉપલબ્ધ થઈ જાય છે. કદાચ તમે પોતાના ઇવેન્ટમાં મિત્રોને આમંત્રિત કરવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો હોય. આવું ન કર્યું હોય તો કદાચ ફોટો તો પોસ્ટ કર્યો હશે, તેના માટે ફક્ત આટલું જ કાફી છે.
તમામ એપ્લિકેશન : તમે જે એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો, તે બધી જ એપ્લિકેશન ફેસબુક ની જાણકારી માં છે. તેના દ્વારા તે સરળતાથી જાણી શકે છે કે તમારી રુચિ કઈ ફિલ્મમાં, રાજકારણમાં, હરવા ફરવામાં અથવા તો ગીતો સાંભળવાના છે.
તમારા મેસેજ, સ્ટીકર અને ઈમોજી : ફક્ત ફેસબુક મેસેન્જરમાં મોકલવામાં આવેલ અથવા રિસિવ કરવામાં આવેલ મેસેજ નહીં પરંતુ ફેસબુક એ વાતની પણ જાણકારી રાખેલ છે કે તમે કયા કયા સ્ટીકરોનો ઉપયોગ કર્યો અને કઈ કઈ ઈમોજી તમને સૌથી વધારે પસંદ આવે છે. કદાચ તેના લીધે તમારા મનની સ્થિતિનો પણ સારી રીતે અંદાજો લગાવી શકાય છે કે ક્યા સમયે તમે ઉદાસ છો અને ક્યારે ખુશ રહો છો. હવે એ વાત સમજી લો કે ફેસબુક તમને તમારા થી પણ વધારે સારી રીતે જાણે છે.
અન્ય ડેટા પણ થાય છે જમા
- તમારા ફેસબુક ફ્રેન્ડ અને ગ્રુપ
- ફેસબુક પર કરવામાં આવેલ દરેક વોઈસ કોલ
- તમારા સ્માર્ટફોનમાં રહેલ તમામ કોન્ટેક્ટ
- દરેક ફાઈલ જે તમે મેળવી અથવા મોકલી
- તમારી નોકરીની વિગત અને અભ્યાસની વિગત
- જો તમારો વેપાર છે તો તેની જાણકારી અને તમારા પ્રતિસ્પર્ધીઓની જાણકારી
- આવનાર ઇવેન્ટ્સ
ફેસબુકની પ્રાઈવેસી પોલીસી
ફેસબુક નું કહેવું છે કે તે તમારી સૂચનાઓને સુરક્ષિત રાખે છે અને તેનો ઉપયોગ તે તમારા માટે વધારે સરળ, સહજ અને મજેદાર બનાવવા માટે કરે છે. મતલબ છે કે તમને કઈ પોસ્ટ વધારે સારી લાગી, તેનો નિર્ણય કરવા માટે તે તમારા ડેટાનો ઉપયોગ કરે છે. ફેસબુક દાવો કરે છે કે તે પોતાના પાર્ટનરને યુઝર્સના ડેટા આપતા નથી, પરંતુ તેને પૂછવામાં આવે છે કે તમારે કઈ કેટેગરીના યુઝર્સ પર ફોકસ કરવાનું છે. ત્યારબાદ ફેસબુક જાતે જ પોતાના યુઝર્સની રુચિને તેમની સાથે મેળવી આપે છે અને તે પ્રકારે તેમને વિજ્ઞાપન વગેરે બતાવવામાં આવે છે. ફેસબુક દ્વારા એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જો તમે ઈચ્છો તો આ વાતને તમે અમુક હદ સુધી કંટ્રોલ કરી શકો છો કે તમારી કઇ વિગતનો ઉપયોગ કરવામાં આવે અને કઈ વિગતનો ઉપયોગ કરવામાં ન આવે. તેના માટે સેટિંગમાં ઓપ્શન આપવામાં આવેલ છે.
જુઓ, ફેસબુક પાસે રહેલ તમારો ડેટા : facebook.com/help/131112897028467
એપ્લિકેશન
એન્ડ્રોઇડ આઇઓએસ અને અન્ય પ્લેટફોર્મ પર ઉપયોગ કરવામાં આવતા એપ્લિકેશન તમારા ઉપકરણ માંથી આ બધું ઍક્સેસ કરી શકે છે.
- કેમેરો
- માઇક્રોફોન
- કોન્ટેક (મિત્રોના નંબર વગેરે)
- ઈમેલ
- કોલ હિસ્ટ્રી
- SMS
- MMS
- ફોટો
- વિડિયો
- મ્યુઝિક
- સર્ચ હિસ્ટ્રી
- ઈન્ટરનેટ બ્રાઉઝિંગ હિસ્ટ્રી
- રેડિયો સ્ટેશન
- ડાઉનલોડ
એક્સપર્ટનું માનવું છે કે ઘણી વખત ડેટાનો ઉપયોગ કરવો એ યુઝર માટે ફાયદાકારક પણ બની શકે છે, પરંતુ જરૂરી એ છે કે યુઝરને આ વાતની જાણ હોય કે તેનો ડેટા એક્સેસ કરવામાં આવી રહ્યો છે. નહીંતર તેના ભોળપણને લીધે તેની પ્રાઈવેસી સાથે છેડછાડ કરી શકાય નહીં.
જો ફરિયાદ કરવી હોય
જો તમને શંકા છે કે કોઈ એપ્લિકેશન તમારી પ્રાઇવેટ નો ભંગ કરી રહી છે અથવા તમારા ડેટા નો ગેર વ્યાજબી રીતે ઉપયોગ કરી રહી છે તો તમે તેની ફરિયાદ અથવા રિપોર્ટ કરી શકો છો.
એન્ડ્રોઇડ માટે : support.google.com/legal/troubleshooter/1114905
આઇઓએસ માટે : reportaproblem.apple.com/
ગુગલ પ્લે સ્ટોર અને આઈઓએસ એપ્લિકેશન સ્ટોર પર ઇન્સ્ટોલ કરવામાં આવેલ દરેક એપ્લિકેશનના પેજ પર અલગથી ગોઠવણ હોય છે કે જરૂરિયાત પડવા પર તમે તેની ફરિયાદ કરી શકો. જ્યાં એપ્લિકેશન સ્ટોર પર “Report” નામનું બટન હોય છે, વળી પ્લે સ્ટોર પર “Flag Inappropriate” નામની લીંક દેખાય આવશે.