વહેલી સવારે આ વિધિથી સૂર્યદેવને જળ અર્પણ કરવાથી મળશે ધનલાભ, સફળતાના દ્વાર ખુલી જશે

0
243
views

તમે બધા લોકોએ ધ્યાન આપ્યું હશે કે ઘણા લોકો સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય આપે છે. કદાચ તમે પણ દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરી રહ્યા હોય. સનાતન ધર્મમાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની પરંપરા જૂના સમયથી ચાલી આવી રહી છે. વહેલી સવારના સમયે લોકો સૂર્યદેવતાને જળ ચઢાવે છે. એવું કહેવામાં આવે છે તે જો કોઈ વ્યક્તિ વહેલી સવારે સૂર્યદેવને અર્ધ્ય આપે છે તો તેનાથી તેને ખૂબ જ ફાયદા મળે છે. આજે અમે આ પોસ્ટ ના માધ્યમથી સૂર્યદેવતાને અર્ધ્ય આપવાથી શું ફાયદા મળે છે અને કઈ વિધિ દ્વારા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે જેથી કરીને વધારે ફાયદો મળી શકે તેના વિશે જાણકારી આપીશું.

સૂર્ય દેવતાને અર્ધ્ય આપવાના લાભ

 • જો તમે દરરોજ નિયમિત રૂપથી સવારના સમયે સૂર્ય દેવતાને અરજી આપો છો તો તેનાથી તમારી આત્મા પૂર્ણ રીતે શુદ્ધ બની જાય છે.
 • જો તમે સૂર્યદેવતાને સવારે જળ અર્પિત કરો છો તો તેનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
 • જ્યારે તમે સવારના સમયે સૂર્ય દેવતાને અર્ધ્ય આપો છો તો તેના લીધે તમારા શરીરમાં સૂર્યનો પ્રભાવ વધવા લાગે છે અને તમારી ઉર્જા માં પણ વધારો થવા લાગે છે. જેના કારણે તમે તમારા કામકાજમાં સંપૂર્ણ ધ્યાન આપી શકો છો. કામકાજમાં તમારું શરીર ઢીલું રહેતું હોય તો તેનાથી તમને ઊર્જા મળે છે.

 • જો આપણે ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તો સવારના સમયે સૂર્ય દેવના દર્શન કરવામાં આવે તો મનને સારા કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે, સાથોસાથ શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે.
 • જો તમે રોજ સવારે સૂર્યને જળ અર્પિત કરો છો તો તેનાથી તમારું ભાગ્ય ઉજ્જવળ બને છે અને તમારા દરેક કાર્ય કોઈપણ વિધ્ન વગર પૂર્ણ થાય છે.
 • જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહ વ્યક્તિને સમ્માન અપાવે છે. જે વ્યક્તિ નિયમિત રૂપથી સૂર્યદેવતાને જળ અર્પિત કરે છે તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે અને તેને લોકોનો સહયોગ પ્રાપ્ત થાય છે.

સૂર્ય દેવતાને અર્ધ્ય આપવાની વિધિ

 • જો તમે સવારના સમયે સૂર્ય દેવતાને જળ અર્પિત કરો છો તો સૌથી પહેલો નિયમ છે કે તમે સવારના સાત વાગ્યા પહેલા જળ અર્પિત કરો. તમે સ્નાન અને બીજી અન્ય ક્રિયામાંથી નિવૃત્ત થઈને સૂર્યદેવતાને જળ અર્પિત કરો.
 • જો તમે સૂર્યદેવતાને જળ અર્પિત કરી રહ્યા છો તો તમે પ્લાસ્ટિક, ચાંદી, સીસું વગેરે ધાતુ માંથી બનાવેલ વાસણોનો ઉપયોગ ન કરવો. હંમેશા સૂર્યદેવતાને જળ અર્પિત કરવા માટે તાંબાના વાસણનો જ પ્રયોગ કરવો.

 • ઘણા લોકો એવા હોય છે કે જેવો સૂર્યને જળ અર્પિત કરતા સમયે પાણીમાં ગોળ અથવા ચોખા ભેળવી દે છે, પરંતુ તે યોગ્ય માનવામાં નથી આવતું અને તેના લીધે તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
 • સૂર્યદેવને જળ અર્પિત કરતા સમયે તમારું મુખ પૂર્વ દિશા તરફ રાખવું, જો કોઇ કારણવશ સૂર્યદેવતા પૂર્વ દિશામાં નજર નથી આવી રહ્યા તો પણ તમે એ દિશા તરફ મુખ કરીને જળ અર્પિત કરો.
 • સૂર્યદેવને જળ અર્પિત કરતા સમયે સૂર્ય મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. તે સિવાય તમે સૂર્ય દેવતાની ધૂપથી પૂજા કરો.