જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નો અંત આવ્યા પછી ગિલગીટ બાલ્ટિસ્તાના લોકો અવાજ ઉઠાવ્યો છે. ગિલગીટના લોકોએ કહ્યું છે કે તેઓ ભારતીય બંધારણ પર વિશ્વાસ કરે છે, તેઓ ભારતમાં જોડાવા માંગે છે. તેમણે ભારતીય બંધારણમાં પોતાનું પ્રતિનિધિત્વ માંગ્યું છે. ગિલગીટમાં આ પ્રકારના અવાજે પાકિસ્તાન સરકારને મુશ્કેલીમાં મુકી દીધી છે. ફિલહાલ પણ પાકિસ્તાનના આ ભાગ પર બિનસત્તાવાર રીતે કબજો કરી રાખ્યો છે. પરંતુ ગિલગીટ-બાલ્ટિસ્તાનના લોકો પણ ભારતીય સંસદમાં ચાલી રહેલી ચર્ચાને ગંભીરતાથી જોઈ રહ્યા છે.
તેઓ ગૃહમંત્રી અમિત શાહની દરેક દલીલ સાંભળી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયાઓ પર અવાજ ઉઠાવી સાથ આપી રહી છે. ગિલગિટના લોકોના હક માટે લડતા સમૂહ નેતા સેંગે એચ. સરિંગે માંગ કરી હતી ગૃહમંત્રી અમિત શાહ પાસે કે અમને ભારતમાં જોડાવા માગીએ છે અને અમને પણ ભારતીય બંધારણમાં રજૂ કરવામાં આવે.
સેંગે એચ સિરીંગે કહ્યું કે ‘ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીઓકે જમ્મુ-કાશ્મીરનો અભિન્ન અંગ છે અને અમે માનીએ છીએ કે ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારતનો અભિન્ન ભાગ છે. અમે લદ્દાખનો વિસ્તર છીએ અને અમે ભારતીય સંઘ અને બંધારણ હેઠળ પોતાના માટે અધિકારોની માંગણી કરીએ છીએ.
સરિંગે કહ્યું, ‘અમે ત્યાંના ધારાસભ્ય એકમમાં અમારી રજૂઆત માટે કહીએ છીએ. જેઓ કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા છે તેમની અનામત બેઠકોમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનની બેઠકો હોવી જોઈએ. અમને લાગે છે કે રાજ્યસભા અને લોકસભામાં અમારું પ્રતિનિધિત્વ થવું જોઈએ. અમે અભિન્ન અંગ છીએ.’
લોકસભામાં ચર્ચા દરમ્યાન, આર્ટિકલ 37૦ અંગેના સરકારના નિર્ણયનો વિરોધ કરનારા વિપક્ષી નેતાઓએ પીઓકેનો મુદ્દો ઉઠાવ્યો, જેના જવાબમાં અમિત શાહે જવાબ આપ્યો, “જ્યારે હું જમ્મુ-કાશ્મીરની વાત કરું છું, તો તેનો અર્થ પી.ઓ.કે. પણ થાય છે. અમે પીઓકે પાછો લેવા જીવ પણ આપી દઈશું.’