હદથી વધારે પોર્ન જોવાથી થાય છે આ ૮ સૌથી મોટા નુકસાન, જાણી લેશો તો હંમેશા માટે છોડી દેશો પોર્ન

0
707
views

પોર્ન ઇન્ડસ્ટ્રી આજે ખૂબ જ મોટી બની ચૂકી છે. પોર્ન ઇન્ડસ્ટ્રી હવે વાત કરવામાં આવે તો તે અબજો ડોલરની ઇન્ડસ્ટ્રી બની ચૂકી છે. વિશ્વનો દરેક યુવાન પોર્ન ફિલ્મ ક્યારેક ને ક્યારેક જરૂર જુએ છે. ભારતમાં બાળકો અને યુવાનો દ્વારા પોર્ન જોવાનું ચલણ આજકાલ વધતું જઈ રહ્યું છે. જેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ભારત પાછલા બે-ત્રણ વર્ષોમાં સૌથી વધારે પોર્ન જોનાર દેશોમાં દસમાંથી ત્રીજા સ્થાન પર આવી ગયું છે. કોઈપણ ચીજ જો હદથી વધારે કરવામાં આવે તો હાનિકારક બને છે. પોર્ન જોવાની આદત પણ એવું છે જે આસાનીથી પીછો નથી છોડતી. વધારે પડતાં પોર્ન મૂવી જોવાથી નીચે દર્શાવવામાં આવેલા નુકશાન થઇ શકે છે.

મગજનું સંકોચન

એક રિસર્ચમાં જાણવા મળેલ છે કે જે વ્યક્તિ વધારે પોર્ન ફિલ્મો જુએ છે તેનું મગજ સંકોચાઈ જાય છે. જો વ્યક્તિનાં મગજનું સ્ટ્રેટમ નાનું છે તો તે વધારે નુકસાનકારક બની શકે છે.

અસંતુષ્ટી

પોર્ન ફિલ્મ જુના વ્યક્તિ પોતાની અંગત લાઈફમાં પણ એ રીતે જ શારીરિક ક્રિયા કરવા માંગે છે જે પોર્ન ફિલ્મોમાં બતાવવામાં આવે છે. પરંતુ હંમેશા એવું બને છે કે પોર્ન ફિલ્મો જાણી જોઈને વધારે ભડકાઉ અને આકર્ષક બનાવવામાં આવે છે અને તેના જેવું સામાન્ય વ્યક્તિ માટે સરળ નથી હોતું. જેના લીધે નુકસાન એ થાય છે કે વ્યક્તિને ક્યારેય સંતુષ્ટિ નથી મળી શકતી. વ્યક્તિના સ્વભાવમાં ક્રૂરતા અને ઉગ્રતા આવી જાય છે અને તે સ્વભાવ ચીડચિડિયો થઈ જાય છે.

વૈવાહિક જીવન પર ખરાબ અસર

સતત પોર્ન જોવાને કારણે વ્યક્તિ પોતાના પાર્ટનર પાસેથી પણ એવી જ આશા રાખે છે જેવી પોર્ન ફિલ્મોમાં બતાવવામાં આવે છે. પરંતુ દરેક સમયે તેને હકીકત બનાવવી શક્ય નથી હોતી. તેનાથી નુકસાન એ થાય છે કે વ્યક્તિને પોતાના પાર્ટનર પ્રત્યે અણગમો થવા લાગે છે.

વિકૃતતા

પોર્ન ફિલ્મો જોવાથી વ્યક્તિની નજર વિકૃત બની જાય છે. જે સમાજમાં બળાત્કાર જેવી ઘટનાઓમાં વધારો કરવા માટે જવાબદાર બને છે.

ઓક્સીટોસિન હોર્મોનમાં ઘટાડો

ઓક્સીટોસિન મગજમાં મળી આવતો એક શક્તિશાળી હોર્મોન છે જેને “લવ હોર્મોન” પણ કહેવામાં આવે છે. આ હોર્મોન પુરુષ અને મહિલાઓ બંનેના બંધનને બાંધવામાં મદદ કરે છે. જો શારીરિક ક્રિયાને પોર્ન ફિલ્મોની માફક કરવામાં આવે તો આ હોર્મોન કામ નથી કરતો જેની સીધી અસર સંબંધો પડે છે.

ફોરપ્લેને નજરઅંદાજ કરવું

શારીરિક ક્રિયા ને પોર્ન ફિલ્મોની માફક કરવાનું વિચારનાર વ્યક્તિ ઉતાવળમાં અલગ અલગ પોઝિશન કરવાની કોશિશ કરે છે જેના લીધે ફોરપ્લે યોગ્ય રીતે નથી થઈ શકતો. ફોરપ્લે દરમિયાન કપલ ખુબ જ મજા માણે છે જેના લીધે તેમના વચ્ચે મધુરતા આવે છે, પરંતુ પોર્ન વાળી માનસિકતાને કારણે તે ખોવાઈ જાય છે.

કામોત્તેજના પર ખરાબ અસર પડે છે

ઘણા લોકો ઉત્તેજિત થવા માટે પોર્ન ફિલ્મોનો આશરો લેવા લાગે છે અને ધીરે ધીરે આ તેમની આદત બની જાય છે. જેના લીધે નુકશાન એ થાય છે કે વ્યક્તિ પ્રાકૃતિક રીતે ઉત્તેજિત થવામાં સફળ થવા લાગે છે, જેનું નુકસાન આગળ ચાલીને થાય છે.

ગેરકાયદેસર સંબંધોમાં વધારો

ગેરકાયદેસર સંબંધો માટે પોર્ન ફિલ્મો અમુક હદ સુધી જવાબદાર છે. વધારે પોર્ન ફિલ્મો જોનાર વ્યક્તિ હંમેશા કોઈ સાથે ગેરકાયદેસર સંબંધો બનાવવા વિશે વિચારતા રહે છે જે સમાજ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ઘણી વખત તેના લીધે મર્યાદાઓ પણ છિન્નભિન્ન થવાની આશંકા રહે છે. જે પોર્ન જોવાનો સૌથી મોટું નુકસાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here