તમને ૧૦૦% ખબર નહીં હોય કે હોટેલનાં રૂમમાં શા માટે સફેદ ચાદર અને કવર પાથરવામાં આવેલ હોય છે

0
832
views

દર વર્ષે રજાઓમાં તમે બહાર ફરવા જતા હશો અને હોટલમાં રોકાયા હશો. પરંતુ શું તમે હોટલમાં એક વાત પર ધ્યાન આપ્યું છે કે દરેકમાં હોટલમાં એક બાબત એકસરખી હોય છે. અહીં હોટલમાં બેડશીટની ચાદરની વાત કરી રહ્યા છે. જે દરેક હોટલ માં સફેદ રંગની હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરેક હોટલમાં સફેદ કલરની બેડશીટ કેમ પાથરવામાં આવે છે?

શાંતિ અને આરામદાયક

સફેદ રંગ શાંતિનો અહેસાસ અપાવે છે સફેદ રંગની ચાદર પર સૂવાથી આરામદાયક અહેસાસ થાય છે. બીજા રંગોની બદલે સફેદ રંગ આંખોને પણ શાંતિ આપે છે તેથી હોટલમાં સફેદ ચાદર પાથરવામાં આવે છે કેમકે તેનાથી તમને આરામ અને શાંતિ મળે.

ગંદી થવાથી સરળતાથી ખબર પડે છે

સફેદ રંગમાં કોઈપણ પ્રકારનો દાગ લાગવાથી સરળતાથી ખબર પડી જાય છે. જેથી હોટલ સ્ટાફને ખબર પડી જાય છે કે હવે તેને સાફ કરી દેવી જોઈએ અને બાકીના રંગ કે પ્રિન્ટેડ ચાદર ખરાબ થવા પર ખબર નથી પડતી.

સાફ કરવું સરળ

બ્લીચમાં નાખવાથી સફેદ કપડાં પર થયેલા દરેક ડાગ સરળતાથી દૂર થઈ જાય છે. રંગીન કપડાં ને બ્લીચમાં નથી નાખી શકાતું. હોટેલ ચાદર ઉપર દાગ-ધબ્બા થયા હોય તો તેને એકસાથે બ્લીચમાં નાખીને સરળતાથી સાફ કરી શકાય છે. બ્લીચ થી ચાદરમાં રહેલા કિટાણુ પર મરી જાય છે. સફેદ ચાદરનો ઉપયોગ કરવા માટેનું આ પણ એક કારણ છે.

સફેદ રંગ તણાવ દૂર કરે છે

મનોવૈજ્ઞાનિક પ્રમાણે સફેદ રંગ આંખોને શાંતિ આપે છે અને સાથે તણાવ પણ દૂર કરે છે. રજાઓમાં જ્યારે લોકો હોટલમાં જઇને રોકાય છે ત્યારે હોટલ નો સ્ટાફ તે વાતનો જરૂર ધ્યાન રાખે છે કે તમે તણાવ મુક્ત રહીને તમે તમારી રજા ઓ નો આનંદ લઇ શકો. તેથી સફેદ ચાદર પાથરવામાં આવે છે.

ખાસ કારણ

તમને કદાચ ખબર નહીં હોય પરંતુ ૧૯૯૦ સુધી રંગીન ચાદરનો ઉપયોગ થતો હતો. કેમકે હોટલ સ્ટાફને લાગતું હતું કે તેને મેન્ટેન કરવું સરળ છે. તેમાં દાગ-ધબ્બા પણ નહીં દેખાય અને મહેમાન ફરિયાદ પણ નહીં કરે. પરંતુ 1980ના છેલ્લા વર્ષમાં વેસ્ટન હોટલમાં ડિઝાઇનરો એક રિસર્ચ કર્યું કે લક્ઝરી બેડરૂમનો મતલબ શું થાય છે અને તેમણે જાણ્યું કે મહેમાનોના સ્વાસ્થ્ય માટે સફેદ ચાદર જ સૌથી સારો વિકલ્પ છે. ત્યાર પછી હોટલોમાં સફેદ ચાદર નો ઉપયોગ ચાલુ થઈ ગયો ધીરે ધીરે આ ટ્રેન્ડ પૂરી દુનિયામાં ફોલો થવા લાગ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here