કોઈ કારણ વગર કાનમાં સંભળાઈ રહ્યો છે “સીટી” જેવો અવાજ? તો થઈ જાઓ સાવધાન, થઈ શકે છે આ બીમારી

0
1677
views

કાનમાં અચાનક અવાજ આવવા લાગે છે કે પછી સિટીની ધૂન સંભળાવવા લાગે તો તે ટીનીટસ નામની બીમારી હોય છે. આજકાલ વધુ લોકોમાં આવી મારી જોવામાં આવે છે. તેની તપાસ થવા પર અચાનક કાનમાં અવાજ સંભળાવા લાગે છે અને ઘણી વખત કાનમાં દુખાવો પણ થાય છે. જો તમને પણ કોઈ કારણ વગર અવાજ આવતો હોય તો તમે આ બીમારીના શિકાર બની શકો છો. આ બીમારી થવાના લક્ષણ અને કારણ હોય છે અને આ બીમારીથી કેવી રીતે બચી શકાય તેના વિશે આજે તમને જણાવીશું.

ટીનીટસ બીમારીના લક્ષણ

ટીનીટસ બીમારી થવા પર કાનમાં અવાજ અને જોરથી બુમ સંભળાય છે અને આ અવાજ કાનમાં ગુંજતા રહે છે. ઘણા લોકોને કાનમાં દુખાવો પણ થવાની સમસ્યા થઈ જાય છે. સમયની સાથે આ બીમારીની દવા સમયસર ના કરવામાં આવે તો તેનાથી સાંભળવાની ક્ષમતા પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ઓછું સંભળાવા લાગે છે તેથી આ બીમારી થતાં જ તેની દવા તરત જ કરી લેવી જોઇએ.

ટીનીટસ બિમારી થવાના કારણો

  • ટીનીટસ બીમારી અનેક કારણોથી થઈ શકે છે. જે લોકો ખૂબ જ વધારે અવાજમાં ગીત સાંભળે છે તેને આ બિમારી થવાનો જોખમ વધુ હોય છે. તેથી જો તમે પણ ઊંચા અવાજથી ગીત સાંભળતા હોય તો આવું કરવાનું બંધ કરી દેવું.
  • ઘણી વખત કાનમાં વધારે વેકસ જમા થાય છે અને આ વેકસના કારણે આ સમસ્યા થાય છે. તેથી સમય સમય પર કાન ને સાફ કરવા અને કાનમાં વધુ વેક્સ જમાના થવા દેવું.
  • કાનમાં હાડકું વધે તેને પણ આ બીમારી થવાનું મુખ્ય કારણ હોય છે. આટલું જ નહીં ઘણી વાર કાન ના હાડકા વધવાથી કાનમાં દુખાવો થાય છે.

  • ઉંમર વધવાની સાથે ટીનીટસ બીમારી થવાનું જોખમ વધી જાય છે અને સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

ટીનીટસ બીમારીથી કેવી રીતે બચી શકાય

  • વધુ અવાજ થતો હોય તેવી જગ્યા ઉપર ના જવું જોઇએ અને ઊંચા અવાજે ગીત સાંભળવા ના જોઈએ. તે ઉપરાંત ઈયરફોન નો ઉપયોગ વધુ ના કરવો જોઈએ કેમ કે જે લોકો વધુ ઈયરફોન નો ઉપયોગ કરે છે તે લોકોને આ બીમારીનું જોખમ વધારે હોય છે.
  • કાનની સફાઈમાં વિશેષરૂપે ધ્યાન આપવું જોઈએ અને બે અઠવાડિયામાં એક વખત રૂની મદદથી કામને સારી રીતે સાફ કરવા અને કાન સાફ કરતા સમયે તે વાતનું ધ્યાન રાખવું કે વધારે ઝડપથી કાન સાફ ના કરવો અને રૂ ને કાનની વધુ અંદરના જવા દેવું.
  • ઉંમર વધવાની સાથે સમય સમય પર કાન ની તપાસ ડોક્ટર પાસે જરૂરથી ચેકઅપ કરાવવું .

કાનમાં દુખાવો થતો હોય કે ઓછો સંભળાતું હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો અને સમયની સાથે આ બીમારીનો ઉપચાર કરાવી લેવો તે જ સારું છે. તેથી ઉપર જણાવેલાં લક્ષણો ની નજર અંદાજ ના કરવા અને પોતાના કાન ની દેખભાળ સારી રીતે કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here