મારુતિ સુઝુકી S Presso આ મહિને 30 સપ્ટેમ્બરે લોન્ચ થવાની છે. આપણને બધાને ખબર છે કે આ ગાડીના ફિચર્સ અને બીજી વધારાની જાણકારી બધાને પહેલાથી સામે આવી ગઈ છે. હવે આ કારના વિશે બીજી વધુ જાણકારી પ્રાપ્ત થઈ છે. આ ગાડી એક-બે નહીં પરંતુ બીજા ચાર વેરિએન્ટમાં આવશે.
તે ઉપરાંત આ માઈક્રો SUV માં K10 માં ઉપયોગ કરવામાં આવેલ BS6 માનક વાળું એન્જિન મળશે. તેમાં 1.0 લીટર વાળું પેટ્રોલ એન્જિન મળશે. જેનો પાવર 68hp અને ટોકૅ 90Nm હશે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક ગેરબોક્સ ઓપ્શનમાં લોન્ચ થવાવાળી આ કાર એક લિટર પેટ્રોલમાં 24.07 કિલોમીટર ચાલશે. તમને જણાવી દઈએ તો ઓટોમેટીક ગેર બોક્સ તેને ટોપ વેરિએન્ટમાં મળશે.
સીએનજી ઓપ્શનમાં મળી શકે છે આ કાર
હાલમાં કંપનીએ કહ્યું છે કે તે બધી પોતાની નાની ગાડીમાં સીએનજી વેરિએન્ટ લાવશે. આટલા માટે આ કાર સીએનજી ઓપ્શનમાં પણ લોન્ચ થવાની આશા છે.
લુક અને ડિવાઇસ
લુક અને ડિવાઇસની વાત કરીએ તો આ નાની ગાડી ની ડિઝાઇન એસયુવી જેવી હશે અને સામેથી તે અગ્રસીવ દેખાશે. કારની અંદર સેન્ટરમાં સ્પીડોમીટર ની સાથે ડાયનેમિક સેન્ટર કન્સોલ હશે. સેગમેન્ટના હિસાબથી કારની અંદર પર્યાપ્ત જગ્યા મળશે. સાથે તેમાં ગ્રાઉન્ડ ક્લિયરરેસ પણ આ સેગમેન્ટની કારોમાં સૌથી વધુ હશે. આ નાની SUVમાં દસથી વધુ સેફ્ટી ફીચર્સ મળવાની આશા છે. કિંમત મીડિયા રિપોર્ટના આધારે મારુતિ સુઝુકી S Presso ની એક્સ શોરૂમ કિંમત 3.7-4.5 લાખ રૂપિયા હોઇ શકે છે.