૩૦ હજારનું લેપટોપ ૨ હજારમાં મળી રહ્યું હતું, એક વ્યક્તિએ ઓર્ડર કર્યો અને હવે પસ્તાઈ રહ્યો છે

0
115
views

તમે ક્યારે ઓનલાઇન શોપિંગ કરી છે?  ના, તો કમસેકમ ઓનલાઇન વિન્ડો શોપિંગ તો કરી જ હશે. ફ્લિપકાર્ટનું નામ તો સાંભળ્યું હશે. હવે તેમાં થોડા સમય પહેલા “ધ બિગ બિલિયન ડે” ચાલી રહ્યો હતો. ૨૯ સપ્ટેમ્બરમાં શરૂ થઈ ૪ ઓક્ટોબર સુધી ચાલ્યો. હવે એવું છે કે સેલ દરમ્યાન અનેક પ્રોડક્ટ પર ઓફર ચાલી રહી હતી. જે લોકોના ફોન પર ફ્લિપકાર્ટ એપ્લિકેશન છે તેમને અનેક ઓફર વાળા નોટિફિકેશન આવતી હશે. હવે આજ નોટિફિકેશન ના ચક્કરમાં એક છોકરા ના ૨૦૯૯ રૂપિયા ગયા.

વાસ્તવમાં તેણે એક લેપટોપ નો ઓર્ડર કર્યો હતો અને પેમેન્ટ પણ કરી દીધું હતું. પરંતુ જ્યારે તેણે પોતાના એકાઉન્ટમાં ચેક કર્યું તો તેને કોઈ ઓર્ડર જ જોવા ના મળ્યો. હવે સવાલ આવે છે કે આવું કેમ થયું. કેમ કે એવું થાય છે કે જ્યારે આપણે કોઈ પ્રોડક્ટ કરીએ છીએ ત્યારે તે આપણાં ફ્લિપકાર્ટ એકાઉન્ટમાં દેખાય છે પરંતુ આ છોકરાની સાથે એવું ના થયું કેમ?

लेफ्ट साइड- असली फ्लिपकार्ट साइट. राइट साइड- फेक फ्लिपकार्ट यानी फिल्पकार्ट साइट.

વાસ્તવમાં આ છોકરાએ ખોટી વેબસાઈટ દ્વારા ઓર્ડર કર્યો હતો. ફ્લિપકાર્ટની સ્પેલિંગ હોય છે Flipkart અને આ છોકરાએ જે સાઇટ થી ઓર્ડર કર્યો હતો તેની સ્પેલિંગ હતી Filpkart એટલે ભૂલ સ્પેલિંગમાં હતી. આ સાઈટના લીધે છોકરાએ નોટિફિકેશન આવી અને તેણે ઓર્ડર કરી દીધો.

જે છોકરા સાથે આવી ચીટીંગ થઈ છે તે ગોરખપુર નો રહેવાસી છે. પરંતુ દિલ્હીમાં રહીને પરીક્ષાઓની તૈયારી કરે છે. તો આગળની સ્ટોરી જણાવતા પહેલા આપણે તે છોકરાનું કાલ્પનિક નામ પ્રતીક રાખેલું છે. ઓળખ છુપાવવા માટે તેનું નામ બદલવામાં આવ્યું છે.

પ્રતીકને ૨ ઓક્ટોબરની રાત્રે લગભગ એક વાગ્યે એક નોટિફિકેશન આવી જેમાં બમ્પર ઓફર ની જાણકારી આપવામાં આવી હતી. ફોન અને લેપટોપ માં ૯૬ ટકા અને ૯૭ ટકાની છૂટ મળી રહી હતી. પ્રતિકને લાગ્યું કે આ નોટિફિકેશન ફ્લિપકાર્ટ તરફથી છે. તેથી તેણે એક ઓફરનો ફાયદો લેવા માટે લેપટોપ બુક કર્યું. ઓફરના કારણે તેને ૨૦૯૯ રૂપિયામાં તે લેપટોપ મળતું હતું. તેણે ઓનલાઇન પેમેન્ટ પણ કરી દીધું. સુરક્ષિત રહેવા માટે તેણે સ્ક્રીનશોટ લઈ લીધો. પછી તેણે પોતાના ફ્લિપકાર્ટ એકાઉન્ટ ને ખોલી ને જોયું તો ત્યાં કોઈ ઓર્ડર નહોતો આવતો હવે તેને સમજમાં નહોતું આવતું કે તેની સાથે શું થયું?

30 हजार का लैपटॉप 2 हजार में मिल रहा था, आदमी ने ऑर्डर  किया और अब रो रहा है

બન્યું એવું કે નોટિફિકેશન Flipkart તરફથી નહીં પરંતુ Filpkart તરફથી આવી હતી. જે સ્ક્રીનશોટ પ્રતીકમાં છે. તેને જ્યારે ધ્યાનથી જોયું તો સ્પેલિંગમાં ભૂલ હતી અને તેના વિષે ખબર પડી એટલે Flipkart ની જેમ જોવામાં આવતી. એક ફેક એપ્લિકેશન અને સાઇટ બનાવવામાં આવી છે, એટલે ધ બિલિયન સેલ નું પોસ્ટર પણ લગાવ્યું હતું અને ૧૭ હજાર રૂપિયાના ફોનની કિંમત માત્ર ૧૯૩૮ રૂપિયા આપવામાં આવી હતી. ૩૩,૦૦૦ લેપટોપની કિંમત ૨૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી અને આવા ઘણા ઓફર પણ આપવામાં આવ્યા હતા જેને જોઈને શંકા થાય કે આ સાચું છે કે નહીં. ઘણા લોકો આવામાં ફસાઈ જતાં હોય છે અને પ્રતીક પણ ફસાઈ ગયો હવે ૨૦૯૯ રૂપિયાનું લેપટોપ ઓર્ડર કરી અને પૈસા ગુમાવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here