હરવા-ફરવા માટે થઈ જાઓ તૈયાર, ૨૦૨૦માં ઘણા બધા છે લાંબા Weekend, જુઓ રજાઓનું લીસ્ટ

0
336
views

વર્ષ ૨૦૨૦ તમારા માટે ખૂબ જ શાનદાર થવાનું છે. ૨૦૨૦ માં તમારા માટે એવા ઘણા અવસર આવશે જેમાં તમે લાંબા વિકએન્ડનો ફાયદો દિલ ખોલીને લઈ શકશો. આ વર્ષે સરકારી રજાઓ બિલકુલ તમારી સગવડતા અનુસાર છે. ઘણી વખત ૩-૩ દિવસનો વિકએન્ડ આવે છે. જ્યારે ૧ રજા રાખવા પર આ વિકએન્ડ ૪ દિવસનો બની શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારું વિકેન્ડ કઈ રીતે લાંબુ બની શકે છે.

૮ લાંબા વિકેન્ડ છે આ વર્ષે

આ વર્ષે લાગે છે કે વિકેન્ડનો બમ્પર વરસાદ થઈ રહ્યો છે. આ વર્ષે લગભગ ૮ રાજપત્રિત રજાઓ એવી છે જે શુક્રવાર અથવા તો સોમવારે આવી રહી છે. તેનો સીધો મતલબ એવો છે કે આઠ વખત તમને લાંબુ વિકેન્ડ મળી શકે છે. મહાશિવરાત્રી, ગુડ ફ્રાઇડે, ઈદ અને ગુરુ નાનક જયંતિ સોમવાર અથવા તો શુક્રવારના આવી રહી છે. તમે અત્યારથી તેના માટે પ્લાન બનાવવાનું શરૂ કરી શકો છો. કારણકે પહેલું લાંબુ વિકેન્ડ ૨૧ ફેબ્રુઆરીએ જ આવી રહ્યું છે.

૧ દિવસની રજા એપ્લાય કરીને ૪ દિવસની રજા માણો

આ વર્ષે ગ્રહોનો યોગ નોકરી કરતા લોકો માટે ઉપહાર બનીને આવ્યો છે. ૪ રજાઓ મંગળવાર અથવા ગુરૂવારના છે. એટલે કે જો તમે સોમવાર અથવા શુક્રવારના દિવસની રજા એપ્લાય કરો છો તો તમને લગભગ ૪ વખત ૪ દિવસનો લાંબો વિકેન્ડ મળી શકે છે. આ રજાઓની મજા તમે લાંબા અંતરની યાત્રામાં લઈ શકો છો.

૫ રજાઓ થઈ રહી છે બરબાદ

એવું નથી કે તમે આ વર્ષે ફક્ત બલ્લે-બલ્લે જ કરશો. વર્ષમાં અમુક એવા પણ આવી રહ્યા છે જ્યાં તમને થોડો અફસોસ મહેસુસ થઇ શકે છે. રજા બરબાદ થવાથી અમારો મતલબ એ રજાઓ સાથે છે જે શનિવાર અથવા રવિવારે આવી રહી છે. આ વખતે ૫ એવા દિવસ આવી રહ્યા છે જ્યારે તમારી રજાઓ વીકએન્ડમાં આવશે. દુઃખની વાત એ છે કે આ બધી જ રજાઓ ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસ, દશેરા અને દિવાળી જેવા તહેવારોમાં આવે છે. કુલ મળીને તેમ છતાં પણ તમને મજા ખૂબ જ આવવાની છે.

આ રહ્યું રજાઓનું લીસ્ટ

 • ૨૧ ફેબ્રુઆરી – મહાશિવરાત્રી (શુક્રવાર)
 • ૧૦ માર્ચ – હોળી (મંગળવાર)
 • ૬ એપ્રિલ – મહાવીર જયંતી (સોમવાર)
 • ૧૦ એપ્રિલ – ગુડ ફ્રાઈડે (શુક્રવાર)
 • ૧૪ એપ્રિલ – આંબેડકર જયંતી (મંગળવાર)
 • ૨૫ મે – ઈદ-ઉલ-ફિતર (સોમવાર)
 • ૩૧ જુલાઈ – બકરી ઈદ (શુક્રવાર)
 • ૧૫ ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ (શનિવાર)
 • ૨૯ ઓગસ્ટ – મોહરમ (શનિવાર)
 • ૨ ઓક્ટોબર – મહાત્મા ગાંધી જયંતી (શુક્રવાર)
 • ૨૫ ઓક્ટોબર – દશેરા (રવિવાર)
 • ૧૪ નવેમ્બર – દિવાળી (શનિવાર)
 • ૩૦ નવેમ્બર – ગુરુ નાનક જયંતિ (સોમવાર)
 • ૨૫ ડિસેમ્બર – ક્રિસમસ (શુક્રવાર)

આ રહ્યું સરકારી રજાઓનું થોડું લીસ્ટ

 • ૧૫ જાન્યુઆરી – મકરસંક્રાંતિ (બુધવાર)
 • ૨૬ જાન્યુઆરી – ગણતંત્ર દિવસ (રવિવાર)
 • ૨૯ જાન્યુઆરી – વસંત પંચમી (બુધવાર)
 • ૨ એપ્રિલ – રામનવમી (ગુરૂવાર)
 • ૭ મે – બુધ્ધ પૂર્ણિમા (ગુરૂવાર)
 • ૨૯ ઓક્ટોબર – મિલાદ-ઉન-નબી (ગુરૂવાર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here