૨૦૧૯ના છેલ્લા દિવસે આકાશમાં એકસાથે જોવા મળ્યા ૩ સુર્ય, વિડિયોમાં જુઓ સમગ્ર નજારો

0
131
views

ચીનના શહેર Fuyu માં ૨૦૧૯ના આખરના દિવસોમાં લોકોને એક સાથે ૩ સુર્ય જોવા મળ્યા. Fuyu શહેરના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા, જ્યારે તેઓ સવારે ઊઠીને ૧ નહિ પરંતુ ૩ સુર્ય જોવા મળ્યા હતા. સીજીટીએન ન્યુઝના એક રિપોર્ટ અનુસાર ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ ની સવારે અહીંયા લોકોને એક સાથે ૩ સૂર્ય જોવા મળ્યા હતા. ૩૧ ડીસેમ્બર ૮ વાગ્યે શહેરમાં ઓરીજનલ સૂર્યની ડાબી અને જમણી બાજુ લોકોને અન્ય બે સૂર્ય જોવા મળ્યા હતા. તે વચ્ચેના સૂર્ય કરતાં વધારે મોટા હતા. આ દ્રશ્ય લગભગ ૨૦ મિનિટ સુધી નજર આવ્યું.

સાથે ગાયબ થતાં પહેલા ત્રણેય સૂર્ય ૨૦ મિનિટ માટે આકાશમાં જોવા મળ્યા હતા. તમે વિચારી રહ્યા હશો કે આવું કઈ રીતે બની શકે? એક સાથે ૩ સૂર્ય કઈ રીતે નજર આવી શકે છે? આવું એટલા માટે કારણ કે આકાશમાં જોવા મળી રહેલ બાકી બે સૂર્ય ઓરીજનલ હતા નહીં અને તે એક વૈજ્ઞાનિક ઘટનાને કારણે નજર આવી રહ્યા હતા.

હકીકતમાં લોકોને એક સાથે ત્રણ સૂર્ય “સન ડોગ” ને કારણે જોવા મળ્યા હતા. તે એક પ્રકારની પ્રાકૃતિક ઘટના છે. બરફના ક્રિસ્ટલના માધ્યમથી લાઈટનો રિફ્લેક્શન થવાને કારણે “સન ડોગ” બની જાય છે. ચીનની હવામાન રિપોર્ટિંગ વેબસાઇટના મુખ્ય વિશ્લેષક હૂ જીઓ એ કહ્યું કે, “આ એક વાયુમંડલીય ઓપ્ટિકલ ઘટના છે.”

આ પ્રકારનો “સન ડોગ” ત્યારે જોવા મળે છે જ્યારે કોઈ જગ્યા નું તાપમાન માઈનસ ૨૦ ડિગ્રી હોય. ફક્ત તાપમાન જ નહીં પરંતુ સન ડોગની અવસ્થા સુર્યાસ્ત સમયે અથવા સૂર્યોદય સમયે ઉત્પન્ન થાય છે, જ્યાં અમુક માત્રામાં બરફનાં ક્રિસ્ટલ મોજુદ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here