૨૦,૦૦૦ રૂપિયા સસ્તો મળી રહ્યો છે સેમસંગનો આ ફોન, જાણો ક્યાં અને કેવી રીતે

0
1767
views

સેમસંગ એ ગયા વર્ષે દુનિયાનો પ્રથમ Rotating Triple Camera ફોન ટેક જગતમાં લોન્ચ કર્યો હતો. જેનું નામ Samsung Galaxy A80 છે. ખુબ જ સુંદર ડિઝાઇન અને પાવર ફુલ સ્પેસિફિકેશન સાથેનો આ ફોન ભારતમાં પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત ૪૭,૯૯૦/- રૂપિયા રાખવામાં આવી હતી. અનોખી ટેકનિકથી લેન્સ આ સ્માર્ટફોન હવે તેની લોન્ચ પ્રાઇસ થી લગભગ ૨૬ હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં સેલ માટે ઉપલબ્ધ છે. સેમસંગના ચાહકો માટે તેમજ અન્ય સ્માર્ટફોન યુઝર્સ માટે આ ફોનને ખરીદવાનો એક સારો મોકો કંપનીએ આપ્યો છે.

Samsung Galaxy A-80 ને ઇ-કોમર્સ સાઇટ ફ્લિપકર્ટ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે સેલ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ૪૭,૯૯૦/- રૂપિયામાં લોંચ કરવામાં આવેલ આ ફોનની કિંમત એપ્રિલ મહિનામાં ૬૦૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૪૧,૯૯૦/- રૂપિયા થઈ ગઈ હતી. હવે ફ્લિપકાર્ટ પર ચાલી રહેલા સેલમાં કંપની આ ફોનમાં સીધું જ ૨૦,૦૦૦/- રૂપિયા નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ભારે ડિસ્કાઉન્ટ પછી Samsung Galaxy A-80 ની કિંમત ૨૧,૯૯૦/- રૂપિયા રાખવામા આવી છે.

આ છે ફોનની ખાસિયત

સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ Samsung Galaxy A-80 નો રીઅર કેમેરા અને સેલ્ફી કેમેરા એક જ છે. સેમસંગ એ તેમના આ નવા ફોનને રોટેટીંગ સ્લાઇડર પેનલ પર બનાવ્યો છે. ફોનના બેક પેનલ પર રીયર કેમેરા સેટ પર ત્રણ કેમેરા સેન્સર આપવામાં આવેલ છે. સેલ્ફીની કમાન્ડ આપવા પર આ સ્લાઇડર પેનલ ઉપરની તરફ નીકળે છે અને ફોન બોડીની બહાર નીકળે છે. પેનલ ઉપર નીકળ્યા બાદ રિયર કેમેરા સેટઅપ ફ્લિપ એટલે કે રોટેટ થઈ જાય છે તેમજ બધા જ કેમેરા સેન્સર અને ફ્લેશલાઇટ આગળની તરફ થઈ જાય છે. બસ આ જ રીતે ફોનનો રિયર કેમેરો સેલ્ફી કેમેરો બની જાય છે.

પાવરફુલ સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy A-80 ને ૧૦૮૦ X ૨૪૦૦ પિક્સલ રીસોલ્યુશન વાળી ૬.૭ ઇંચ ની મોટી ફુલ એચડી+ સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જે ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ટેકનીકથી લેન્સ છે. Samsung Galaxy A-80 એન્ડ્રોઇડ 9 પાઈ સાથે ઓકટાકોર પ્રોસેસર અને કવાલકોમ સ્નેપ ડ્રેગન ૭૩૦ જી ચિપસેટ પર રન કરે છે. સેમસંગ તરફથી આ ફોન ને ૮ જીબી રેમ સાથે ૧૨૮ જીબી ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. સેમસંગ તરફથી આ ફોનને ઘોસ્ટ વ્હાઇટ, એન્જલ ગોલ્ડ અને ફેન્ટમ બ્લેક કલર વેરીઅન્ટમાં ટેક મંચ પર