૧૯૪૭માં સોનાનો ભાવ હતો ફક્ત ૮૮ રૂપિયા, તે સિવાય આ ૧૦ ચીજોના ભાવ પણ જાણી લો

0
291
views

પ્રધાનમંત્રીએ મોદીએ સ્વતંત્રતા દિવસ પાસે લાલ કિલ્લા માંથી સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, આગલા પાંચ વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાના આકારને 5 ટ્રિલિયન ડોલર સુધી પહોચાડવાનું લક્ષ્ય રાખવામા આવેલ છે. 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય મેળવવા માટે મોદી સરકારને પાયાને વિકસિત કરવા પર ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો નિવેશ કરશે. આ સપનાને સાકર કરવા માટે મોદી સરકારે ન્યુ ઈન્ડિયાનો નારો આપ્યો.

આ બાબતને લઈને અમે તમારી માટે થોડા આંકડા લઈને આવ્યા છીએ, જેને જોઈને તમને આશ્ચર્ય જરૂર થશે. શું તમને ખબર છે કે ૧૯૪૭ માં સોનાનો ભાવ શું હતો? હકીકતમાં આજે સોનાનો ભાવ અંદાજે ૩૯૦૦૦ રૂપિયા સુધી પહોચી ગયા છે, જ્યારે ૧૯૪૭માં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ફક્ત ૮૮.૬૨ રૂપિયા હતો.

૧૯૪૭ માં સાઈકલની કિંમત ૨૦ રૂપિયા હતી, જે આજે અંદાજે ૫૦૦૦ માં મળે છે.

૧૯૪૭ માં પેટ્રોલની કિંમત ૨૭ પૈસા પ્રતિ લિટર હતી જે આજે ૭૨ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

દુધ (ફુલ ક્રીમ) ૧૯૪૭માં ૧૨ પૈસા પ્રતિ લિટરના ભાવથી મળી રહ્યું હતું જે અત્યારના સમયમાં ૫૪ પ્રતિ લિટર થઈ ગયું છે.

સોનાનો ભાવ ૧૯૪૭માં ૮૮.૬૨ રૂપિયા હતો જે આજે ઉછાળા સાથે અંદાજે ૩૯૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોચી ગયો છે.

ટ્રેનનું ભાડું (દિલ્હી થી મુંબઈ – ફર્સ્ટ ક્લાસ) ૧૯૪૭માં ૧૨૩ રૂપિયા હતું જે આજના સમયમાં વધીને ૪૭૬૦ રૂપિયા થઈ ચૂક્યું છે.

ફ્લાઇટનું ભાડું (દિલ્હી થી મુંબઈ) ૧૯૪૭માં ૧૪૦ રૂપિયા હતું જે અત્યારે અંદાજે ૭૦૦૦ રૂપિયા થઈ ગયું છે.

બટેટાનો ભાવ ૧૯૪૭માં ૨૫ પૈસા પ્રતિ કિલો હતો જે અત્યારે ૨૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

૧૯૪૭માં ચોખાનો ભાવ ૧૨ પૈસા પ્રતિ કિલો હતો જે હાલના સમયમાં ૩૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

ખાંડનો ભાવ ૧૯૪૭માં ૪૦ પૈસા પ્રતિ કિલો હતો જે અત્યારે વધીને ૪૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here