રશિયાની ફેસ એપ દુનિયાભરમાં ચર્ચામાં છે. લોકો તેનો ઉપયોગ કરી પોતાને વૃદ્ધાવસ્થાની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહેલ છે, પરંતુ તેની મદદથી ચીનના બેઇજિંગ મા રહેતા પરિવારને ૧૮ વર્ષ પહેલા અપહરણ કરવામાં આવેલ બાળક પરત મળેલ હતું. તેનું નામ યુ વિફેંગ (૨૧ વર્ષ) છે અને તે હવે કોલેજમાં અભ્યાસ કરી રહેલ છે. ત્રણ વર્ષની ઉંમરમાં તેનું અપહરણ થઈ ગયેલ હતું.
પોલીસને ફોટો કન્વર્ટ કરવાનો આઇડિયા આવ્યો
હકીકતમાં પોલીસને વિચાર આવ્યો કે ખોવાયેલ બાળકની ચોરી તસવીરને ફેસ એપની મદદથી વર્તમાન સમયમાં કન્વર્ટ કરવામાં આવે. પછી જોવામાં આવે કે તે બાળક અત્યારે કેવો દેખાતો હશે. ત્યારબાદ પોલીસે વિફેંગ ના ફોટો ને કન્વર્ટ કર્યો અને તેની તપાસ શરૂ કરવામાં આવી.
પોલીસના જણાવ્યા અનુસાર વિફેંગ ૬ મે, ૨૦૦૧ ના કન્સ્ટ્રકશન સાઈટ થી ગાયબ થઈ ગયો હતો. તે દરમિયાન તેના પિતા ત્યાં ફોરમેન તરીકે કામ કરી રહ્યા હતા. પોતાનો દીકરો પરત મળ્યા બાદ તેના પિતાએ તેનું પાલન-પોષણ કરતા દંપતિનો આભાર માન્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે સોફ્ટવેરની મદદથી લગભગ ૧૦૦ લોકોને અલગ કરવામાં આવેલ હતા. પછી તસવીરો સાથે મેળવીને વિફેંગને શોધવામાં સફળતા મળી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે વિફેંગ અમને મળેલ ત્યારે તેને તે વાત માનવાથી ઇનકાર કરી દીધો હતો કે તેનું અપહરણ થયેલ હતું, પરંતુ ડી.એન.એ ટેસ્ટ કર્યા બાદ બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું.”