આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છે. દરેક વ્યક્તિ પાતળા અને સુંદર દેખાવા માગે છે. પરંતુ સ્થૂળતા તેમની સુંદરતા પર કાળા ધાબા સમાન હોય છે. સારામાં સારો વ્યક્તિ પણ સ્થૂળતાને કારણે બિહામણો દેખાવા લાગે છે. સ્થૂળતાની સમસ્યા અયોગ્ય ખાણીપીણીને લીધે થાય છે. આજના સમયમાં લોકો સમયના અભાવને કારણે બહારના ભોજન પર વધારે નિર્ભર રહે છે.
બહારના ભોજનને કારણે વધે છે સ્થૂળતા
બહારના ભોજનમાં તેલ અને મસાલાના વધુ પ્રમાણમાં ઉપયોગને કારણે વ્યક્તિ જલ્દીથી સ્થૂળતાનો શિકાર બને છે. જો તમે પણ મોટા પાણીની સમસ્યાથી પીડાવ છો તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવા ચમત્કારી જ્યુસ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેનું દરરોજ એક ગ્લાસ સેવન કરવાથી તમે થોડા દિવસોમાં જ પાતળા બની જશો.
તમારે આ ચમત્કારી જ્યુસનો ઉપયોગ સુતા પહેલા કરવાનું છે. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ કાકડીના જ્યૂસની. તે તમારા પેટને સાફ રાખે છે અને સાથોસાથ તમારા શરીરમાં ચરબીની માત્રાને પણ વધવા દેતું નથી. તેમાં કેલરીની ખૂબ જ ઓછી માત્રા મળી આવે છે જે તમને પાતળા બનવા માટે મદદ કરે છે.
જ્યુસ બનાવવાની સામગ્રી
૨ કાકડી, ૨ નાની ચમચી લીંબુનો રસ, આદુનો એક નાનો ટુકડો, ૨ ચમચી ખાંડ, ૧ નાની ચમચી જીરાનો પાવડર, ૩-૪ ફુદીનાનાં પાંદડાં, મીઠું સ્વાદ અનુસાર.
બનાવવાની રીત
સૌથી પહેલા કાકડીને ધોઈને નાના-નાના ટુકડા કરી લો. તેની છાલ ઉતાર્યા વગર તેને જ્યુસર માં નાખી દો. સાથે આદુ અને ફુદીનાનાં પાંદડાં પણ જ્યુસર માં નાખી દો અને તેનો જ્યુસ કાઢી લો. હવે તેમાં ખાંડ, લીંબુનો રસ, જીરા પાવડર અને મીઠું સારી રીતે મિક્સ કરીને ઉમેરી દો. હવે તમારું આ જ્યુસ પ્રયોગ માટે તૈયાર છે. તમે આ જ્યુસનું સેવન સૂતા પહેલાં કરી શકો છો. થોડા દિવસોમાં જ તમારું બહાર નિકળેલું પેટ ધીરે ધીરે અંદર જવા લાગશે.