૧૩ નંબર શુભ છે કે અશુભ? આજે જાણી લો તેનું સંપૂર્ણ સત્ય

0
554
views

આપણા સમાજમાં ૧૩ નંબરને લઈને હજુ પણ અજીબ ધારણાઓ છે અને એવા અનેક અંધવિશ્વાસ છે જે સમાજને જકડી રાખ્યા છે અને તેને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ છે. તમને એ જાણીને હેરાની થશે કે આપણા દેશ ની આર્થિક રાજધાની મુંબઈ ની ઘણી બિલ્ડિંગ્સ પર ૧૩ નંબરનો ફ્લોર નથી હોતો. નંબર ૧૩ માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં પણ અશુભ માનવામાં આવે છે. અમુક રિપોર્ટના આધારે ૧૩ તારીખ અને શુક્રવાર ના સંયોગ ના લીધે દર વર્ષે અમેરિકામાં લગભગ ૯૦૦૦ ડોલર મૂલ્યની ઉત્પાદન ક્ષમતા પર પ્રભાવ પડે છે. આપણા દેશમાં અને અનેક રાજ્યોમાં અને હોટલમાં આ નંબરનો રૂમ નથી હોતો અનેક લોકો ૧૩ નંબરના રૂમને લેવાનું બિલકુલ પસંદ નથી કરતા.

Image result for unlucky number 13

યુરોપમાં હંમેશા લોકો ૧૩ તારીખે થતા શુક્રવારની અશુભ માને છે. જ્યારે ગ્રીસમાં શુક્રવાર ની જગ્યાએ મંગળવારને ખરાબ દિવસ માને છે. ફ્રાન્સમાં લોકોનું માનવું છે કે જમવાના ટેબલ પર ૧૩ ખુરશી હોવું સારું નથી. વિદેશમાં શુક્રવારના દિવસે ૧૩ તારીખે લોકો પોતાના ઘરમાંથી બહાર નથી નીકળતા અને ત્યાં સુધી કે હોટલોમાં ૧૩ નંબરનો રૂમ નથી હોતો. હોટલ કે ઘરમાં ૧૩ નંબર લેતા સમયે લોકો સંકોચાતા હોય છે તેમના મનમાં એ વાતને લઈને ડર હોય છે કે ક્યાંક એમની જોડે કોઈ અશુભ ઘટના ના બની જાય.

થર્ટીન ડિઝીટ ફોબિયા

૧૩ નંબરને લઈને અનેક લોકોના મનમાં અજીબ પ્રકારનો ડર હોય છે એટલા માટે મનોવૈજ્ઞાનિકે ૧૩ નંબરને લઈને ડરને ટિસ્કાઈડેકાફોબીયા કે થર્ટીન ડિઝીટ ફોબિયા નામ આપ્યું છે. ૧૩ નંબરના અંકની અશુભ માનવાની પહેલ કોડ ઓફ હમ્મુરાબી થી કહેવામાં આવે છે. આ કોડ બેબીલોન ની સભ્યતા દ્વારા લખવામાં આવેલા કાનુની દસ્તાવેજ છે, કેમકે તેમાં ૧૩ નંબર પર કોઈ સિદ્ધાંત ઉલ્લેખિત નથી કરવામાં આવ્યો અને આ કારણથી ૧૩ નંબર અને અશુભ માનવામાં આવે છે.

શું છે વિદ્વાનોનો મત?

અનેક વિદ્વાનોનો મત છે કે ૧૩ નંબર ન્યૂમેરોલોગીના હિસાબ પ્રમાણે ખૂબ જ શુભ નથી. કેમકે ૧૨ નંબર પૂર્ણતાનું પ્રતીક છે અને તેમાં એક બીજો નંબર જોડવો ખુબ જ ખરાબ ભાગ્યનો પ્રતીક માનવામાં આવે છે. પશ્ચિમની ઘણી હોટેલોમાં ૧૩ નંબરનો રૂમ નથી હોતો. ઇટલીના ઓપેરા હાઉસમાં ૧૩ નંબરના ઉપયોગ થી બચવામાં આવે છે. પરંતુ જાણકારોમાં હંમેશા તેને લઈને લોકોની વચ્ચે ભ્રમ માનવામાં આવે છે અને વારંવાર તે કહેવામાં આવે છે કે તેમાં કોઈ સાચું નથી.

પરફેક્ટ નંબર ૧૨ ની પછી આવે છે ૧૩

વધુમાં વધુ વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞ ૧૩ ના ઠીક પહેલા આવતા નંબર 12ને પરફેક્ટ માને છે. પ્રાચીન સભ્યતાઓ માં પણ તેની સાથે અનેક ગણિતીય વ્યવસ્થા બનાવવામાં આવી છે. જેમ કે આપણા કેલેન્ડરમાં ૧૨ મહિના અને ૧૨ દિવસ, ૧૨ કલાક, ૧૨ સમયમાં વહેંચાયેલા હોય છે. પરફેક્ટ અંકના નિકટતમ પાડોશી હોવાના લીધે ૧૩ નંબર એક અવિભાજ્ય અને અપરિમેય સંખ્યા છે અને તેથી એવું કહેવામાં આવે છે કે ઓછો ઉપયોગ થવાના કારણે પણ તેને અશુભ સમજવામાં આવે છે.

અટલ બિહારી વાજપેયી અને ૧૩

અટલ બિહારી વાજપેયીના જીવન સાથે ૧૩ નંબરનો ખૂબ જ ગાઢ સંબંધ છે. તેમનું પ્રધાનમંત્રીત્વ પહેલી વખત માત્ર ૧૩ દિવસ જ રહ્યું હતું. તો પણ વાજપેયીએ શપથ ગ્રહણ હેતુ ૧૩ તારીખ એ પસંદ કરી હતી. તો તેમની સરકારે પણ ૧૩ મહિના ચાલી પરંતુ ફરી વાજપેયી એ ૧૩મી લોકસભામાં પ્રધાનમંત્રીના રૂપમાં ૧૩ દળોના સહયોગથી ૧૩ તારીખ ના શપથ લીધી પરંતુ ખરી ૧૩ એ જ પરાજય  થયા.

હિન્દુ ધર્મના હિસાબ દ્વારા મહત્વપૂર્ણ

હિન્દુ માન્યતા અનુસાર કોઈપણ મહિનાની ૧૩ તારીખ હિન્દુ ધર્મના હિસાબથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર ૧૩મો દિવસ ત્રયોદશી કહેવામાં આવે છે જે ભગવાન શિવને અર્પિત થાય છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સન્માનમાં રાખે છે જે મહિનાના ૧૩મા દિવસે આવે છે. આ દિવસે જે કોઈ પણ વ્રત કરે છે તેને પૈસા, બાળકો અને સુખ સમૃદ્ધિ મળે છે. એટલું જ નહીં પરંતુ મહાશિવરાત્રિ માઘ મહિનાના ૧૩મા દિવસની રાત્રે ઉજવવામાં આવે છે તો પછી ૧૩ નંબર અશુભ કેવી રીતે થયો?

શુભ અને અશુભ

જો કોઈ પણ ચંદ્ર પક્ષમાં તે દિવસ રહી જાય તો તે પક્ષ અને અશુભ માનવામાં આવે છે અને તે જ પ્રકારે કોઈ પણ વર્ષમાં ૧૩ મહિના થઇ જાય અથવા અધિક માસ આવે તો તે માસને શુભ માનવામાં આવે છે. પરંતુ આત્મકલ્યાણ અથવા મોક્ષ ની ઈચ્છા રાખતો હેતુ આ પુરુષોત્તમ માસ શુભ માનવામાં આવે છે. મહાભારત યુધ્ધના ૧૩ દિવસ તો કૌરવોના પક્ષમાં રહ્યા પરંતુ અંતમાં પરંતુ પાંડવોનો પક્ષ ભારે થઈ ગયો અને તે પણ કહેવામાં આવે છે કે ૧૩ અંકનો ડર એક અનાવશ્યક તથ્ય છે.

અલગ હકીકત

સત્ય તો એ છે કે તમે ૧૩ નંબરના અંકથી રમવાનું ચાલુ કરો અને અમુક દ્રઢ નિશ્ચય અને લક્ષ્ય રાખીને અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કરો તો તમારી જીત સુનિશ્ચિત છે. તેથી મોટા ભાગનાં લોકોનું માનવું છે કે આ તથ્યો ખોટા છે અને તેમાં કોઈ દમ નથી. ૧૩ નંબરને અશુભ માનવો તેને લઇને અનેક લોકોનું કહેવું છે કે આ માત્ર અંધવિશ્વાસ છે તેનું કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. વધુમાં વધુ જાણકારોનું માનવું છે કે ૧૩ તારીખ ના અમુક લોકો ની સાથે અને તેમના જીવનમાં ખરાબ ઘટના બને છે અને તેથી તે તેને અશુભ માનવામાં લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here