લગ્નનાં કવરમાં ગિફ્ટ રૂપે કેટલા રૂપિયા આપે છે બોલીવુડ સ્ટાર્સ, હકીકત જાણીને વિશ્વાસ નહીં આવે

0
2251
views

ભારતમાં લગ્ન થવા એ ફક્ત એક નવા સંબંધો નું જોડાણ નથી પરંતુ તે એક તહેવાર પણ હોય છે. ભારતીય લગ્નમાં ખૂબજ ધામધુમ હોય છે. લગ્નમાં સ્વાદિષ્ટ ભોજન થી લઈને લાઇટિંગ, બેન્ડ બાજા અને ડિઝાઈનર કપડા પહેરેલા દુલ્હા દુલ્હન, આ બધું જ લગ્નની રોનક વધારે છે. લગ્ન સમારંભમાં જવું દરેક વ્યક્તિને પસંદ હોય છે. જ્યારે આપણે કોઈ લગ્નમાં જઈએ છીએ ત્યારે આપણે સાથે કોઈ ગિફ્ટ જરૂરથી લઈ જઈએ છીએ. ગિફ્ટ વગર લગ્નમાં જવું એ શરમજનક બાબત બની જાય છે. ઘણી વખત જ્યારે આપણને ગિફ્ટ ખરીદવા નો સમય હોય ત્યારે કવરમાં શુભેચ્છા અનુસાર અમુક રૂપિયા રાખીને દુલ્હા દુલ્હન ને આપીએ છીએ.

લગ્નના આ કવર માં લોકો કેટલા રૂપિયા રાખે છે તે ઘણી બાબતો પર નિર્ભર કરે છે. જેમ કે તમારી માસિક આવક કેટલી છે, જે વ્યક્તિના લગ્ન છે તે તમારી કેટલો નજીકનો સંબંધી અથવા મિત્ર છે, તમારા ઘરમાં લગ્નપ્રસંગ વખતે તે વ્યક્તિએ કેટલા રૂપિયા આપ્યા હતા, લગ્નમાં તમારા ઘર પરિવારમાંથી કેટલા લોકોને બોલાવવામાં આવેલ છે. આ બધા સામાન્ય વ્યક્તિના માપદંડો હોય છે. તેના આધાર પર તે નક્કી કરે છે કે ખબર ની અંદર કેટલી રકમ રાખવામાં આવે. એવામાં તમે ક્યારેય વિચાર્યું છે કે ફિલ્મી સિતારા હુ જ્યારે કોઈના લગ્નમાં જાય છે તો ખબર ની અંદર કેટલી રકમ રાખતા હશે? તો ચાલો આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું.

બોલિવૂડમાં થતાં લગ્ન ખૂબ જ ભવ્ય છે. તેના ઉપર સમગ્ર મીડિયાની પણ નજર રહેલી હોય છે. જ્યારે કોઈ બોલિવૂડના સિતારા લગ્નમાં હાજરી આપે છે તો મીડિયાવાળા તેમની પાછળ ફોટો લેવા માટે લાગેલા હોય છે. તે વાતમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મી સિતારાઓ અઢળક પૈસા કમાતા હોય છે. તેવામાં લોકોના મનમાં તે જાણવાની ઉત્સુકતા વધારે થાય છે કે બોલિવૂડમાં થતા લગ્નમાં આપવામાં આવતા કવર માં કેટલા રૂપિયા રાખવામાં આવતા હશે. અમે તમને જણાવી દઈએ કે આ રકમ જાણીને તમને આશ્ચર્ય જરૂર થી થશે.

ફિલ્મી સિતારાઓ કોઈ પણ લગ્નમાં હાજરી આપે છે તો કવરમાં ૧૦૧ રૂપિયા રાખે છે. જી હાં, આ વાત બિલકુલ સાચી છે. આ વાતનો ખુલાસો અમિતાભ બચ્ચને જાતે એક શો દરમિયાન કર્યો હતો. આ શોમાં તેમની સાથે કોમેડિયન કપિલ શર્મા પણ હતા. તેમણે એમ જ મજાક માં પુછી લીધું હતું કે ફિલ્મી સિતારાઓ જ્યારે લગ્નમાં જાય છે ત્યારે કવરની અંદર કેટલી રકમ રાખે છે. જેના જવાબમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગિફ્ટના સ્વરૂપમાં કવરમાં શુકનના ૧૦૧ રૂપિયા આપવામાં આવે છે. તમને લોકોને લાગી રહ્યું હશે કે કરોડો રૂપિયા કમાનાર આ સિતારાઓ આટલી નાની રકમ શા માટે રાખે છે? હકીકતમાં તેની પાછળ પણ એક ખાસ કારણ છે.

ઉપહાર ના રોગ માં કેટલી રકમ આપવામાં આવે છે તેને લઈને હંમેશા દુવિધા રહે છે. ખાસ કરીને જુનિયર આર્ટિસ્ટ અને કેમેરામેન જેવા લોકો પોતાનાથી મોટા સિતારા અથવા તો નિર્માતા ડાયરેક્ટર વગેરેને ત્યાં પાર્ટીમાં જવાથી સંકોચ કરે છે. તેવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક કોમન રકમ ૧૦૧ શુકનના રૂપમાં નક્કી કરી છે. આ પગલાંને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો માં સમાંતર રહે છે અને દરેક વર્ગના લોકો એકબીજાના લગ્નમાં વિના સંકોચે જઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here