૧૨ વર્ષ બાદ બૃહસ્પતિએ ધન રાશિમાં કર્યો પ્રવેશ, જાણો બધી જ રાશિઓ પર પડશે કેવી અસર

0
614
views

એક વિશિષ્ટ રાશિમાં પુરા એક વર્ષ માટે રહેતા બૃહસ્પતિ ગ્રહ પુરા ૧૨ વર્ષ પછી ધન રાશિમાં ગોચર કરી ચુક્યા છે. દેવતાઓના ગુરુ કહેવામાં આવતા બૃહસ્પતિ ગ્રહનું આ ગોચર ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ સવારે ૫:૨૦ મીનીટે થયું હતું. ધન રાશિમાં ગુરુ ૩૦ જુન ૨૦૨૦ સુધી રહેશે અને ધન રાશિની સાથે સાથે અન્ય બીજી રાશિના જાતકો પર પણ પ્રભાવ પડશે. આજે જણાવીશું કે ગુરુનો ધન રાશિમાં ગોચર બધી જ રાશિઓ પર શું પ્રભાવ કરે છે.

મેષ રાશિ

સૌથી પહેલા વાત કરીશું મેષ રાશિ. મેષ રાશિના નવમા ભાવમાં ગુરુ ગોચર થયું છે. જેના પરિણામ સ્વરૂપ તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. પારિવારિક જીવનમાં સંતુષ્ટનો અનુભવ થશે અને વ્યવસાયિક જીવન પણ સારું રહેશે. આ વર્ષે તમે અધ્યાત્મ પ્રતિ દિલચસ્પ રહેશો. પરિવારમાં માન-સન્માન મળશે અને સંતાનસુખની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિ

ગુરુના ગોચર રાશિમાં આઠમાં ભાવમાં જઈ રહ્યો છે. આ સમયમાં તમારે શેરમાર્કેટમાં પૈસાનું રોકાણ કરવાથી બચવું જોઈએ. કારણ કે નુકસાન થવાની સંભાવના પ્રબળ છે. આ ગોચર તમારા માટે કોઈ અશુભ સમાચાર લઈને આવી શકે છે. ઈશ્વરની ભક્તિમાં ધ્યાન લગાવવું અને જો તમે વ્યાપારી હોય તો કોઈ તમારા માટે સમસ્યા ઉત્પન્ન કરી રહ્યું છે. તો આ સમય દરમિયાન મનોવાંછિત સફળતા નહીં મળે.

મિથુન રાશિ

સપ્તમ ભાવમાં ગોચર તે લોકો માટે ફાયદાકારક છે જે પાર્ટનરશીપમાં કામ કરે છે. ગુરુના ગોચરના પરિણામ સ્વરૂપ તમારી વાણીમાં મધુરતા આવશે અને અચાનક ધનલાભ થશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ ગોચર છઠ્ઠા ભાવમાં રહેશે. કુંડળીનો છઠ્ઠો ભાવ શત્રુ, બાધા, રોગ, પીડા ખરાબ કર્મનું પરિચાયક છે. કર્ક રાશિના જાતકો માટે આ ગોચર સમસ્યા કારક સાબિત થઈ શકે છે. આ વર્ષે તમારે સફળતા પ્રાપ્તિ માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. આ સમયે તમને તમારા દુશ્મનો નુકસાન પહોંચાડવાનો પ્રયત્નો કરી રહ્યા છે. જો તમે તમારા બેંક માંથી લોન લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છો તો આ સમય તમારા માટે ફાયદાકારક છે.

સિંહ રાશિ

સિંહ રાશિના પાંચમા ભાવમાં આ ગોચર સકારાત્મક રહેશે. આ સમયે વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મળશે. પાંચમા ગ્રહોમાં ગુરુનું ગોચર બુદ્ધિમતા, લગાવ, સંતાન પ્રસિદ્ધિ અને પદ પ્રાપ્તિ સંબંધિત છે આ સમયે પરિવારમાં કોઈ નવા સદસ્યનું આગમન થશે, આર્થિક ક્ષેત્રમાં યોજનાઓ સફળ થશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિમાં ગોચર ચોથા ભાવમાં થયો છે જે થોડો કષ્ટકારી સાબિત થઈ શકે છે. આ સમયમાં તમારે નાનામાં નાનું કાર્ય સમજી-વિચારીને કરવું જોઈએ. કુંડળીનો ચોથો ભાવ માતા, વાહન સુખ અને ચલ અચલ સંપત્તિનો પ્રતિનિધિત્વ કરે છે. આ સમયમાં પરિવાર સાથે કોઈપણ વાત પર વિવાદ થવાની સંભાવના છે.

તુલા રાશિ

બ્રહસ્પતિનુ ગોચર તમારી રાશિમાં ત્રીજા ભાવ પર થયું છે જે તમને આળસુ બનાવશે. આ સમય દરમિયાન તમારે વિભિન્ન પ્રતિયોગીતાનો સામનો કરવો પડશે. સફળતાના રસ્તામાં અનેક સમસ્યાઓ આવશે જેને તમારે સમજી વિચારીને દૂર કરવાની રહેશે. તમારા ઘરમાં પરિવર્તન થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના બીજા ભાવમાં ગોચર સકારાત્મક રહેશે એટલે કે એમ સમજી લેવું કે તમારું નસીબ એકદમ ચમકી જશે. કુંડળીમાં બીજો ભાવ આર્થિક સ્થિતિ, પ્રારંભિક શિક્ષા, વાણી ગાયન રંગરૂપ અને દ્રષ્ટિથી સંબંધિત હોય છે. આર્થિક રૂપથી તમને ફાયદો થવાની પૂરી સંભાવના છે. તમારા પરિવારજનો તારાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થશે અને વિવાહિત જીવનમાં ખુશી આવશે.

ધન રાશિ

આ ગોચર ધન રાશીના પ્રથમ ભાવ એટલે કે લગ્નમાં થયો છે. કુંડળીનો લગ્ન ભાવ એટલે કે વ્યક્તિનો સ્વભાવ વ્યક્તિત્વ અને શારીરિક રચનાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમય દરમિયાન બૃહસ્પતિની કૃપા તમારી ઉપર જળવાઈ રહેશે. જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને સફળતા મળશે. શુભ કાર્યોમાં ખર્ચ કરવાના લીધે તમારુ બજેટ બગડી શકે છે. કામનું દબાણ રહેશે પરંતુ તમે સફળતાપૂર્વક તમારી દરેક જવાબદારી નિભાવી શકશો.

મકર રાશિ

મકર રાશિવાળા લોકો માટે આ ગોચર બારમાં ભાવમાં છે. તમને ધાર્મિક કાર્ય પ્રતિ રુચિ રહેશે. વિદેશયાત્રાનો ખૂબ જ સારા પરિણામ મળશે. તમને કામકાજ માટે લાંબી યાત્રા કરશો જે તમને લાભ આપશે. વૈવાહિક જીવન સારું રહેશે સંતાનસુખની પ્રાપ્તિ માટે સમસ્યા આવશે. ધનનું આગમન થશે પરંતુ ખર્ચ પણ તે પ્રમાણે થશે.

કુંભ રાશિ

એક વર્ષ સુધી ગુરુ તમારી રાશિમાં ૧૧માં ભાવમાં રહેશે, જેના પરિણામ સ્વરૂપ તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. જો તમે લાંબા સમયથી બીમાર હોય તો તમને આ સમયમાં રાહત મળશે. ભાગ્ય ડગલેને પગલે તમને સાથ આપશે. આ સમયમાં જો તમે રોકાણ કરવા માગતા હોવ તો આ ગોચર સારું છે. તમે તમારો વ્યાપાર વિદેશમાં કરો છો તો તેનાથી તમને સફળતા મળશે. પારિવારિક સુખ તમને માનસિક સંતુષ્ટિ પ્રદાન કરશે.

મીન રાશિ

ગુરુના ગોચર તમારા દસમાં ભાવમાં પ્રભાવિત કરશે જે તમારા કર્મો ક્ષેત્ર સાથે સંબંધિત છે. ગોચર સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય માટે સંભાળ રાખવી જોઈએ, નહીં તો સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક પ્રભાવ પડી શકે છે. કારકિર્દીને લઈને તમને તમારા ઘરથી દૂર જવું પડે તેમ છે. માતાજીને સ્વાસ્થ્ય લાભ મળશે. ગોચરના સમય દરમિયાન તમને કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે તમારો આર્થિક પક્ષ મજબૂત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here