૧૦૦ રૂપિયાની નવી વાર્નિશ નોટ રજુ કરશે સરકાર, RBI દ્વારા કરવામાં આવી ઘોષણા

0
111
views

નોટબંધી પછી રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ નવી શ્રેણીની નોટો જાહેર કરી છે. આ શ્રેણીમાં આરબીઆઈ દ્વારા 100, 200, 500 અને 2,000 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી, પરંતુ હવે તમે ફરી એકવાર નવી નોટોનો ઉપયોગ કરી શકશો. કારણ કે આરબીઆઈ જલ્દીથી નવી 100 રૂપિયાની નોટો જારી કરવા જઈ રહી છે. આ નોટોની સૌથી મોટી વિશેષતા એ છે કે તે જલ્દીથી ગંદી નથી થતી. અને તે સરળતાથી તુટશે પણ નહીં.

RBI રજુ કરશે ખાસ નોટ

તમને જણાવી દઈએ કે આ નોટોની ઉંમર ઘણી લાંબી રહેશે. આરબીઆઈએ 100 રૂપિયાની આ વિશેષ નોટ જારી કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય બેંકે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં ૧૦૦ રૂપિયાની નોટ બહાર પાડશે. પહેલા આ નોટો ટ્રાયલ માટે જારી કરવામાં આવશે.

ઘણા દેશોમાં આ નોટોનો ઉપયોગ થઈ રહ્યો છે

હાલમાં વિશ્વના ઘણા દેશોમાં વાર્નિશ નોટોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને બધા લોકોને આ નોટો ખૂબ પસંદ આવી છે. તેના સારા અનુભવને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ભારતમાં પણ આ નોટ જારી કરવાનો નિર્ણય લીધો છે. અત્યારે સરકાર આ નોટોને 100 રૂપિયાથી શરૂ કરશે. અને જો આરબીઆઈને ભારતમાં પણ સારો પ્રતિસાદ મળશે. તો આ રીતે વધુ નવી નોટો બહાર પાડવામાં આવશે.

રિપ્લેસમેન્ટ ખર્ચમાં ઘટાડો થશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દર વર્ષે અબજો રૂપિયાની કપાયેલી, ફાટેલી અને ગંદી નોટો બદલવી પડે છે. નોટની આ બદલીમાં આરબીઆઈએ ભારે ખર્ચ કરવો પડે છે. આ ખર્ચને ટાળવા માટે આરબીઆઇ વાર્નિશ નોટ આપવાનું વિચારી રહ્યું છે. વાર્નિશ નોટ રજૂ થયા પછી સરકારનો રિપ્લેસમેન્ટ નો ખર્ચો નોંધપાત્ર રીતે નીચે આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here