૧ કિલોમીટર ચાલવા માટે ટ્રેનને કેટલું ડીઝલ જોઈએ? શું તમને આ સવાલનો જવાબ ખબર છે?

0
551
views

ભારતીય રેલવે લોકો માટે મુસાફરી નું એક મુખ્ય સાધન છે. રેલવે ને કારણે ભારતનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. ટ્રેન ને કારણે ઘણા બધા લોકો એક સાથે લાંબી યાત્રાઓ કરી શકે છે. ટ્રેનનું ભાડું અન્ય વાહનો કરતાં પણ ઓછું હોય છે. ટ્રેનમાં એક વિશાળ એન્જિન લગાવવામાં આવેલો છે જે ખૂબ જ શક્તિશાળી હોય છે. ટ્રેન ઘણા બધા ડબ્બાઓને એક સાથે ખેંચી શકે છે અને ખૂબ જ ઝડપથી ચલાવી પણ શકે છે. ટ્રેનનો ઉપયોગ ફક્ત યાત્રીઓના આવન-જાવન માટે જ નહીં પરંતુ ભારે સામાનો ના ટ્રાન્સપોર્ટ માટે પણ કરવામાં આવે છે.

ટ્રેનમાં લોકો આરામથી મુસાફરી કરી શકે છે. પહેલાના સમયમાં જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું હોય ત્યારે દિવસો નીકળી જતા હતા પરંતુ હવે તે અંતર ટ્રેન ના લીધે થોડા જ કલાકોમાં કાપી શકાય છે. રેલ્વે ના કારણે ઘણા બધા ગામો અને શહેરોમાં એકબીજાથી જોડાયેલા છે. ભારતની પ્રગતિ માં રેલ્વેનું મહત્વપુર્ણ યોગદાન છે.

ટ્રેનમાં લોકો સફર તો કરે છે પરંતુ શું તમે ક્યારેય ટ્રેનની એવરેજ વિશે વિચાર્યું છે? આપણી પોતાની પર્સનલ ગાડી ચલાવતા સમયે આપણે એવરેજ નું ધ્યાન રાખીએ છીએ. દરેક સમયે આપણી નજર પેટ્રોલ કે ડીઝલના કાંટા પર ટકેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે એક પ્રેમને એક કિલોમીટર ચલાવવા માટે કેટલું ડીઝલ જોઈએ? કદાચ તમે એ વિશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. કંઈ વાંધો નહીં, આજે અમે તમને જણાવીશું કે એક કિલોમીટર ચાલવા માટે ટ્રેનને કેટલા લીટર ડીઝલની આવશ્યકતા પડે છે.

એક કિલોમીટર ચાલવા પર કેટલું ડીઝલ જોઈએ છે તેનો અંદાજો લગાવવો સામાન્ય રીતે મુશ્કેલ છે. પરંતુ ઘણા રિસર્ચ કર્યા બાદ તેનો અંદાજો જરૂર લગાવી શકાય છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે એક રાતે ઔરંગાબાદના સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં તેણે જોયું કે ટ્રેનનો ડ્રાઇવર ટ્રેનના એન્જિનને ચાલુ રાખીને ચા પાણી પીવા માટે ચાલ્યો ગયો. ત્યારે તેના મનમાં સવાલ થયો કે શું પ્રેમમાં ડીઝલનો વપરાશ નહીં ચાલુ હોય? કે આ લોકો તેને બંધ કર્યા વગર જ ચાલ્યા જાય છે. બીજો સવાલ એ થયો કે ટ્રેનમાં આખરે કેટલી એવરેજ આવતી હશે? એ જગ્યા પર નાસ્તો કરી રહ્યો હતો ત્યાં જ ટ્રેનનો પાયલોટ પણ નાસ્તો કરવા માટે આવ્યો. પછી તેણે તે પાયલોટને પૂછ્યું કે તેઓ એન્જિન ચાલુ છોડીને શા માટે આવ્યા અને શું તેમાં ડિઝલની ખપત નથી થતી?

તેનો આ સવાલ સાંભળીને પાઈલોટે કહ્યું કે, “ટ્રેનના એન્જિનની બંધ કરવું તો આસાન છે પરંતુ તેને ચાલુ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેને ફરીથી ચાલુ કરવામાં ઓછામાં ઓછું ૨૫ લીટર ડીઝલ ખર્ચ થઈ જાય છે. વળી ટ્રેન ની વાત કરવામાં આવે તો 1 કિલો મીટર ચાલવા માટે સામાન્ય રીતે ૧૫ થી ૨૦ લીટર ડીઝલ વપરાય છે.” તેના દ્વારા આપવામાં આવેલી આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તમે પણ તમારા મિત્રો સાથે તેને જરૂર થી શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here